shrikhand yatra is very difficult to kailash mansarovar yatra
  • Home
  • Astrology
  • અમરનાથ, કેદારનાથ અને કૈલાશ માનસરોવરથી પણ દુર્ગમ શ્રીખંડ મહાદેવ યાત્રા

અમરનાથ, કેદારનાથ અને કૈલાશ માનસરોવરથી પણ દુર્ગમ શ્રીખંડ મહાદેવ યાત્રા

 | 9:18 am IST

માનવામાં આવી રહ્યુ છે કે હિમાલય ભગવાન શિવ શંકરનું સ્થાન છે. ભોલેનાથ આ સ્થળે વાસ કરે છે. ભગવાન ભોલેના તમામ સ્થાનો પર પહોંચવું ખુબજ કઠીન છે. પછી તે ભોલેનાથનું વિશેષ સ્થાન અમરનાથ હોય કેદારનાથ હોય કે કૈલાશ માનસરોવર આ તમામ સ્થળો પર મહાદેવના દર્શન કરવાથી ભક્તોને દુર્ગમ રસ્તાઓ પર ચાલીને પહોંચવુ પડે છે. આ તમામમાં એક સ્થાન છે શ્રીખંડ મહાદેવનું સ્થાન.

અમરનાથ યાત્રા દરમિયાન જ્યાં લોકો લગભગ 14 હજાર ફૂટની ઉંચાઈ ચડવાની હોય છે જે ખુબજ આકરી છે. શ્રીખંડ મહાદેવના દર્શન માટે 18,570 ફૂટ ઉંચાઈ પર પહોંચવાનું હોય છે હવે તમેજ વિચારો કે કેટલુ મુશ્કેલ કામ છે. આમ પણ કહેવાય છે કે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા ત્યારે જ થાય જ્યારે તેમની ઇચ્છા હોય. આમ પણ ઈશ્વરની કૃપા ન હોય તો પાંદડુ પણ હલતું નથી.

આ સ્થળ હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. શિમલામાં આવેલા ઉમમંડલના નિરમંડ ખંડ સ્થિત બરફના પહાડો વચ્ચે શ્રીખંડની ટોચ પર સ્થિત છે. અહીં આવતા ભક્તો લગભગ 35 કિલોમીટરની ખુબજ જોખમકારી યાત્રા કર્યા પછી બાબાની શરણમાં પહોંચે છે. આ શિવલિંગની ઉંચાઈ લગભગ 72 ફૂટ છે.

શ્રીખંડ મહાદેવની યાત્રાના માર્ગમાં સાત મંદિર છે, જેના દર્શન કરી પાવન થતાં થતાં ભક્તો ભક્ત ભોલેનાથના શરણે પહોંચે છે. યાત્રા માર્ગમાં માતા પાર્વતીનું મંદિર છે. ત્યારબાદ પરશુરામ મંદિર, દક્ષિણેશ્વર મહાદેવ, હનુમાન મંદિર, જોતાકાલી, બકાસુર વધ અને ઢંક દ્વાર છે.

શ્રીખંડ મહાદેવની યાત્રા જુલાઈમાં શરૂ થાય છે. આ યાત્રાનું આયોજન શ્રીખંડ મહાદેવ ટ્રસ્ટ દ્વારા આયોજીત કરવામાં આવે છે. સ્થાનીય પ્રશાસનના સહયોગથી આ ટ્રસ્ટ સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધિત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે. સિંહગાડમાં રજીસ્ટ્રેશન અને મેડિકલ ચેકઅપની સુવિધા છે. આ સિવાય રસ્તાઓમાં વિભિન્ન સ્થાનો પર રહેવાની સુવિધા આપવામાં આવે છે. કેમ્પોમાં ડોક્ટર પોલીસ અને રેસ્ક્યુ ટીમો તહેનાત રહે છે.

માન્યતા છે કે શ્રીખંડમાં ભગવાન વિષ્ણુએ ભસ્માસુરને નૃત્યથી રાજી કર્યો હતો. કહેવાય છે કે ભસ્માસુરે ભાન ભૂલી નૃત્ય કરતા કરતા પોતાના માથા પર હાથ રાખ્યો અને ભસ્મ થઈ ગયો. સ્થાનીક લોકોની માન્યતા છે કે આજ કારણે આજે માટી અને પાણી દુરથી લાલ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન