જીતના જશ્નમાં ભાન ભૂલ્યા બાંગ્લાદેશી ક્રિકેટર્સ, જુઓ શું કર્યું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • જીતના જશ્નમાં ભાન ભૂલ્યા બાંગ્લાદેશી ક્રિકેટર્સ, જુઓ શું કર્યું

જીતના જશ્નમાં ભાન ભૂલ્યા બાંગ્લાદેશી ક્રિકેટર્સ, જુઓ શું કર્યું

 | 10:51 am IST

નિદાહાસ ટ્રોફીના સેમીફાઈનલના મુકાબલા વચ્ચે શુક્રવારે બાંગ્લાદેશે ભલે શ્રીલંકાને રોમાંચક એવી 2 વિકેટથી હાર આપી હોય, પરંતુ બાંગ્લાદેશની ટીમે જીત બાદ સેલિબ્રેશન કરતા ડ્રેસિંગ રૂમનો કાચ તોડી દીધો હતો. આર.પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને આ માટે સીસીટીવી ફુટેજના તપાસના આદેશ આપી દેવાયા છે. જેથી માલૂમ પડે કે કાચ કોણે તોડ્યા. કાચ તોડવાની તપાસ રિપોર્ટ આવવા પર જ્યારે આરોપી ખેલાડીઓના નામ સામે આવશે તો મેચ રેફરી ક્રિસ બ્રોર્ડ તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, ગ્રાઉન્ડ સ્ટાફે મેચ રેફરીને કાચ તોડવા વિશે જાણકારી આપી છે, પરંતુ એ જાણી શકાયું નથી કે કાચ કોણે તોડ્યો. બ્રોર્ડ આ બાદ સીસીટીવી ફૂટેજ તપાસવાના આદેશ આપ્યા છે. મેચ રેફરી આ તપાસ રિપોર્ટ શનિવારે બપોરે 12 વાગ્યા સુધી સોંપી શકે તેવી શક્યતા છે. રિપોર્ટસ અનુસાર, બાંગ્લાદેશના એક જ પ્લેયરે જીતના જશ્ન બાદ ડ્રેસિંગ રૂમનો કાચ તોડ્યો હતો. કેટલાક બાંગ્લાદેશી ફેન્સનો દાવો છએ કે, શ્રીલંકન ફેન્સે બાંગ્લાદેશી પ્લેયર્સના ડ્રેસિંગ રૂમનો કાચ તોડ્યો છે.

નાટકીયતા અને વિવાદોથી ભરેલી શ્રીલંકા-બાંગ્લાદેશની મેચ
આ પહેલા મેચ દરમિયાન બંને ટીમના પ્લેયર્સ વચ્ચે પણ ટક્કર થઈ હતી. છેલ્લી ઓવરમાં જીત માટે બાંગ્લેદશને 12 રન બનાવવાના હતા. છેલ્લી ઓવરનો પહેલો બોલ શોટ પિચ હોવા પર ક્રીઝ પર રહેલા પ્લેયર્સ રન લઈ શક્યા ન હતા. બીજી બોલ પણ ડોટ રહી હતી. આ પર બાંગ્લાદેશના પ્લેયર્સે કહ્યું કે, બોલ બાઉન્સર હતી. ઈસુરુ ઉડાના બોલિંગ કરી રહ્યો હતો અને મુસ્તફિજુર રહેમાન રમવામાં અસમર્થ થઈ રહ્યો હતો, અને તે રન આઉટ થઈ ગયો હતો.

બાંગ્લાદેશી ખેલાડીઓનું કહેવું હતું કે, ઓવરની બીજી બોલ નોબ-બોલ હતી. મુસ્તફિજુર રહેમાનના આઉટ થયા બાદ મેદાનની બહાર રહેલા બાંગ્લાદેશી પ્લેયર્સ અને શ્રીલંકાઈ પ્લેયર્સ વચ્ચે તીખી ટક્કર જોવા મળી હતી. એટલું જ નહિ, મેચ પૂરી થયા બાદ પણ બહુ જ ઓછા પ્લેયર્સે એકબીજાની ટીમ સ્કવોર્ડ સાથે હાથ મિલાવ્યો હતો. સામાન્ય રીતે ઔપચારિકતાથી મેચ બાદ બંને ટીમો એકબીજાને હાથ મિલાવે છે.