અજય દેવગનની 'દીકરી' બાદ ઑનસ્ક્રીન 'પત્ની'એ પણ કર્યા લગ્ન - Sandesh
  • Home
  • Photo Gallery
  • અજય દેવગનની ‘દીકરી’ બાદ ઑનસ્ક્રીન ‘પત્ની’એ પણ કર્યા લગ્ન

અજય દેવગનની ‘દીકરી’ બાદ ઑનસ્ક્રીન ‘પત્ની’એ પણ કર્યા લગ્ન

 | 12:59 pm IST

અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ’માં તેમની દીકરી બનેલી અભિનેત્રી ઇશા દત્તાએ ગત વર્ષે ટીવી અભિનેતા વત્સલ સેઠ સાથે લગ્ન કરી લીધા હતા. અજય દેવગનની ઑનસ્ક્રીન દીકરી બાદ હવે આ જ ફિલ્મમાં અજયની પત્ની બનેલી અભિનેત્રી શ્રિયા સરને પોતાનાં રશિયન બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. શ્રિયા સરને રાષ્ટ્રીય સ્તરનાં ટેનિસ ખેલાડી સાથે લગ્ન ખાનગી રીતે કરી લીધા છે. શ્રિયાનાં લગ્નમાં ફક્ત મનોજ બાજપેયી અને તેમની પત્ની શબાના રઝા જ સામેલ થયા હતા.

શ્રિયાએ પોતાના લગ્નમાં ફક્ત નજીકનાં દોસ્તોને અને પરિવારનાં લોકોને જ બોલાવ્યા હતા. શ્રિયાનાં લગ્નમાં બોલિવુડમાંથી ફક્ત મનોજ બાજપેયી અને શબાના રઝા જ આવ્યા હતા, જેઓ શ્રિયાનાં પડોશી છે. શ્રિયા અને એન્ડ્રીનાં લગ્ન સંપૂર્ણ હિન્દુ રિતી-રિવાજથી થયા હતા. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટી કરી હતી.

શ્રિયા અને એન્ડ્રી છેલ્લા ઘણાં વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા,પરંતુ તેઓ ક્યારેય એકસાથે કેમેરામાં કેદ નથી થયા.