Shriya Saran Shares news of becoming Mother of daughter In 2020
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘દ્રશ્યમ’ની અભિનેત્રી શ્રિયા સરને કર્યો ખુલાસો, એક વર્ષ પહેલા આપ્યો હતો દીકરીને જન્મ

‘દ્રશ્યમ’ની અભિનેત્રી શ્રિયા સરને કર્યો ખુલાસો, એક વર્ષ પહેલા આપ્યો હતો દીકરીને જન્મ

 | 1:19 pm IST
  • Share

  • શ્રિયા સરને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી કર્યો મોટો ખુલાસો

  • વર્ષ 2020માં જ બની ગઈ છે એક દીકરીની માતા

  • કહ્યું – અમારી દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ

ફિલ્મ ‘દ્રશ્યમ’ ની અભિનેત્રી શ્રિયા સરને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે કે તે વર્ષ 2020માં એક દીકરીની માતા બની છે. તેણે 2018માં રશિયન બોયફ્રેન્ડ આન્દ્રે કોશેવ (Andrei Koscheev) સાથે લગ્ન કર્યા. આ વર્ષે ઓગસ્ટમાં તે સ્પેનથી ભારત પરત ફરી ત્યારથી તેની પ્રેગનેન્સીની અફવાઓ ફેલાઈ રહી હતી. જેના પર શ્રિયાએ પોસ્ટ કરીને આ અફવાઓ પર બ્રેક લગાવી દીધી છે.

શ્રિયા સરન અને તેના પતિ આન્દ્રે કોશેવે તેમના ચાહકો સાથે એક મોટી વાતનો ખુલાસો કર્યો હતો કે જ્યારે આખું વિશ્વ વર્ષ 2020માં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેમની દુનિયા બદલાઈ ગઈ કારણ કે તેમના જીવનમાં એક પરી આવી.

વિડીયો શેર કરી આપી જાણકારી

શ્રિયાએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે, જેમાં તે તેના પતિ અને દીકરી સાથે દેખાઈ રહી છે. શ્રિયાએ આ વિડીયો શેર કરતા લખ્યું – ‘હેલો લોકો, 2020નો ક્વોરેન્ટાઇન સમય અમારા માટે ખૂબ જ ક્રેઝી પરંતુ યાદગાર હતો. જ્યારે આખા વિશ્વમાં અશાંતિ હતી, ત્યારે અમારી દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. અમારી દુનિયામાં રોમાંચ, ઉત્સાહ અને શીખવાથી ભરેલી હતી. અમારી દુનિયામાં એક પરી આવી. અમે આ માટે ભગવાનનો આભાર માનીએ છીએ.’

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

શ્રિયાના પતિ આન્દ્રે એક રશિયન ટેનિસ ખેલાડી અને ઉદ્યોગસાહસિક છે જે સ્પેનના બાર્સેલોનાના રહેવાસી છે. શ્રિયા સરન અને તેના પતિ આન્દ્રે કોશેવ COVID-19ને કારણે બાર્સેલોનામાં અટવાઈ ગયા હતા. તેઓ તાજેતરમાં જ ભારત પરત ફર્યા છે.

શ્રિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. શ્રિયા એસએસ રાજામૌલીની ‘RRR’ માં જોવા મળશે જે જાન્યુઆરી 2022માં રિલીઝ થવાની છે. આ સિવાય કાર્તિક નરેન દ્વારા નિર્દેશિત ફિલ્મ નરગસૂરનમાં પણ શ્રિયા જોવા મળશે. તેની ફિલ્મ ગમનમ રીલીઝ થવાની રાહ જોવાઈ રહી છે, જે COVID-19 ને કારણે અટકી ગઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો