‘બાદશાહો’ આગળ ‘શુભ મંગલ સાવધાન’ પડી ફિક્કી, જાણો પહેલા દિવસની કમાણી – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ‘બાદશાહો’ આગળ ‘શુભ મંગલ સાવધાન’ પડી ફિક્કી, જાણો પહેલા દિવસની કમાણી

‘બાદશાહો’ આગળ ‘શુભ મંગલ સાવધાન’ પડી ફિક્કી, જાણો પહેલા દિવસની કમાણી

 | 4:33 pm IST

અજય દેવગન, ઇમરાન હાશ્મી, ઇલિઆના ડિક્રુઝ, ઈશા ગુપ્તા અને વિદ્યુત જામવાલની ‘બાદશાહો’એ પહેલા દિવસે 12.03 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ આયુષમાન ખુરાના અને ભૂમિ પેડણેકરની ‘શુભ મંગલ સાવધાન’એ 2.71 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

જો કે ‘બાદશાહો’ને 2800 સ્ક્રીનમાં અને ‘શુભ મંગલ સાવધાન’ને સિલેક્ટેડ એટલે કે ફક્ત 1400 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી છે. આ બન્ને ફિલ્મો શનિવાર અને રવિવાર દરમ્યાન સારો બિઝનેસ કરશે એવુ એક અહેવાલનું કહેવુ છે.

તમને જણાવી દઇએ કે, ભૂમિ પેડણેકરે ઝોયા અખ્તરની શોર્ટ ફિલ્મ ‘લવ એન્ડ લસ્ટ’માં કામ કર્યું છે, પરંતુ તેનો ટીવીમાં કામ કરવાનો કોઈ ઇરાદો નથી. ફિલ્મોમાં કામ કર્યા બાદ ભૂમિ ડિજિટલ મીડિયમમાં કામ કરવા તૈયાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભૂમિ હમણાં ટીવીમાં કામ કરવા નથી માગતી. તે હાલમાં ફિલ્મોને મહત્વ આપી રહી છે અને તેને જિંદગીભર ફિલ્મોમાં જ કામ કરવું છે અને એને જે પણ કામ મળી રહ્યું છે એમાં ભૂમિ ખૂબ ખુશ છે.