shubh muhurat 2022 for Marriage Season, note down the dates
  • Home
  • Astro
  • ફરીથી ગૂંજશે શરણાઈઓ, જાણો માર્ચ સુધીના લગ્ન મૂહૂર્ત

ફરીથી ગૂંજશે શરણાઈઓ, જાણો માર્ચ સુધીના લગ્ન મૂહૂર્ત

 | 6:20 pm IST
  • Share

  • ફરીથી ગૂંજશે શરણાઈઓ

  • ખરમાસ બાદ માંગલિક કાર્યની થઈ શરૂઆત

  • માર્ચ 2022 સુધી આ છે લગ્નના ખાસ મૂહૂર્ત

 

 
હિંદુ ધર્મમાં 15 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધીનો મહિનો ખરમાસ માનવામાં આવે છે. આ સમયે તમામ શુભ કામ પર રોક લાગી હતી. સૂર્યના ધન રાશિમાં ગોચર થવાના સમયને ખરમાસ કહેવાય છે. ખરમાસ ડિસેમ્બરના મધ્યથી શરૂ થાય છે અને જાન્યુઆરીના મધ્ય સુધી રહે છે. 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે ખરમાસનો મહિનો સમાપ્ત થાય છે. આ પછી તમામ માંગલિક કાર્ય ફરીથી શરૂ થાય છે. 14 જાન્યુઆરી બાદ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.

 

ખરમાસમાં કયા કામ કરવાના નિષેધ છે

હિંદુ ધર્મની પૌરાણિક માન્યતા અનુસાર ખરમાસમાં લગ્ન, સગાઈ, નવી દુલ્હનનો ઘર પ્રવેશ, ગૃહપ્રવેશ, ગૃહ નિર્માણ, નવા બિઝનેસની શરૂઆત અને બાળકોનું મુંડન જેવા માંગલિક કાર્ય ન કરવાનું વિધાન છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે શુભ કામ શરૂ થાય છે. જો તમે લાંબા સમયથી કોઈ શુભ કામની રાહ જોઈ રહ્યા છો તો તમારે હવે તેની તૈયારી કરી લેવી જોઈએ.

લગ્ન વિવાહ માટે આ છે શુભ તારીખો

 

જાન્યુઆરી 2022ના શુભ મૂહૂર્ત

ખરમાસ સમાપનના બાદ લગ્ન કે વિવાહ જેવા શુભ કામનો શુભારંભ થશે. 22 જાન્યુઆરીએ પહેલું શુભ મૂહૂર્ત છે. આ પછી 23 જાન્યુઆરી, 24 જાન્યુઆરી અને 25 જાન્યુઆરીએ નક્કી મૂહૂર્તમાં લગ્ન કરવાનું શુભ રહે છે.

ફેબ્રુઆરી 2022ના શુભ મૂહૂર્ત

જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં વધારે લગ્નના મૂહૂર્ત છે. આવનારા મહિને પહેલું શુભ મૂહૂર્ત 5 ફેબ્રુઆરીએ છે. તેના પછી 6, 7, 9, 10, 11, 12, 18, 19, 20 અને 22 ફેબ્રુઆરી પણ લગ્નને માટે શુભ રહેશે.

 

માર્ચ 2022ના શુભ મૂહૂર્ત

વર્ષના ત્રીજા મહિને માર્ચમાં ફક્ત 2 શુભ મૂહૂર્ત છે. જ્યોતિષના અનુસાર આ મહિનાની 4 અને 9 તારીખે લગ્ન કરવાનું શુભ રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો