Shubman Gill and Vijay Shankar To Replace Hardik Pandya and KL Rahul In Australia ODI Match
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક-રાહુલ પાછા આવશે ભારત, આ બંને ખેલાડીઓનો ટીમ ઇન્ડિયામાં કરાયો સમાવેશ

હાર્દિક-રાહુલ પાછા આવશે ભારત, આ બંને ખેલાડીઓનો ટીમ ઇન્ડિયામાં કરાયો સમાવેશ

 | 9:52 am IST

ટોક શો ‘કૉફી વિથ કરન’ ટીવી શોમાં મહિલાઓ વિરૂદ્ધ કથિત વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા બાદ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને ટીમ ઇન્ડિયામાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમની જગ્યાએ ટીમમાં હવે વિજય શંકર અને શુભમન ગિલને સામેલ કરાયા છે. બીસીસીઆઈ એ શનિવારે રાત્રે આ માહિતી આપી છે. બીસીસીઆઈના મતે ઑસ્ટ્રેલિયાની સાથો સાથ ન્યૂઝીલેન્ડના પ્રવાસને ધ્યાનમાં રાખતા બંનેને ટીમમાં જગ્યા મળશે.

મળતી માહિતી પ્રમાણે વિજય શંકર ઑસ્ટ્રેલિયા વનડે સીરીઝની સાથો સાથ ન્યૂઝીલેન્ડ ટુર પર પણ ટીમમાં થશે. જ્યારે શુભમન ગિલને માત્ર ન્યૂઝીલેન્ડમાં યોજાનાર વન ડે અને ટી20 સીરીઝમાં તક મળી શકે છે.

27 વર્ષના વિજય શંકર તામિલનાડુનો મિડિલ ઓર્ડર બેટસમેન છે જે મીડિયમ પેસ બોલિંગ પણ કરી લે છે. તે 5 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. જ્યારે ગિલે તાજેતરમાં જ યોજાયેલ અંડર 19 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

 

અંડર 19 વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચમાં શુભમન ગિલે ભારતને જીત સુધી પહોંચાડવામાં અગત્યનું યોગદાન આપ્યું. તેણે 102 રનની ઇનિંગ્સ રમી તેમાંથી 272 જેટલો મોટો સ્કોર ખડકી દીધો હતો. પછી બેટિંગ કરવા ઉતરેલ પાકિસ્તાનની ટીમ એ લક્ષ્યની આસપાસ સુધી પહોંચી શકી નહીં. અત્યાર સુધી કોઇ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. જો કે અંડર 19માં સારું પ્રદર્શન કર્યા બાદ તેને આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે કેટલીક મેચોમાં તક ચોક્કસ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન