Corona: Shut Down Will End In Wuhan From Wednesday
  • Home
  • Corona live
  • કોરોના: ઇતિહાસનાં સૌથી લાંબા લોકડાઉન બાદ બુધવારથી ધમધમતુ થશે આ શહેર

કોરોના: ઇતિહાસનાં સૌથી લાંબા લોકડાઉન બાદ બુધવારથી ધમધમતુ થશે આ શહેર

 | 9:27 pm IST

ચીનનું વુહાન શહેર બુધવારનાં લોકડાઉનથી મુક્ત થવા જઇ રહ્યું છે. ગત વર્ષે ડિસેમ્બરથી કોરોના વાયરસની મહામારી આ શહેરથી ફેલાવાની શરુ થઈ હતી. આ શહેર છેલ્લા 76 દિવસથી બંધ હતુ. 23 જાન્યુઆરી બાદ પહેલીવાર લોકો શહેરથી બહાર જઇ શકશે. વુહાનમાં કોરોના વાયરસથી સૌથી વધારે મોત થઈ છે. ગત અઢી મહિનાથી લોકડાઉનમાં રહેલું આ શહેર ફરીથી પહેલાની માફક દોડવા લાગશે.

ચીનનાં કુલ 82 હજાર કોરોના સંક્રમિતોમાંથી 50 હજાર વહાનનાં

ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ શરુ થશે. સ્ટેશનોથી ટ્રેનો લોકોને લઇને નીકળશે તો એરપોર્ટ પર વિમાનો ઉડાન ભરશે. લોકો પોતાની ગાડીમાં બેસીને શહેરની બહાર જઇ શકશે. ચીનની સરકારે આ નિર્ણય મંગળવારનાં એક પણ મોતનો કેસ સામે ના આવ્યા બાદ લીધો છે. 1.1 કરોડ વસ્તીવાળું આ શહેર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત હતુ. ચીનનાં કુલ 82 હજાર કોરોના સંક્રમિતોમાંથી 50 હજાર આ શહેરમાંથી હતા. કુલ 331 મૃતકોમાંથી 2500 આ શહેરમાં મર્યા.

વુહાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો

ચીનનાં શહેર વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. અહીંનાં સીફૂડ અને મીટ માર્કેટમાં આ વાયરસ જાનવરમાંથી માણસ સુધી પહોંચ્યો અને પછી આ મહામારી બન્યો. દુનિયાભરમાં 13 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થઇ ચુક્યા છે અને 70 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. કોરોના સંક્રમણ કેસોમાં ઝડપી વધારા બાજ ચીનની સરકારે વુહાનમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.

6 કરોડ લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા

વુહાન શહેરને ખોલ્યા બાદ અહીં નિયંત્રણકારી ઉપાયો ચાલું રાખવામાં આવશે. આ શહેરે ઇતિહાસનું સૌથી મોટું અને લાંબુ લોકડાઉન જોયું છે. 23 જાન્યુઆરી બાદ આ સખ્ત થયું હતુ. વાયરસનાં ફેલાવાની સાથે લોકડાઉન પણ આખા હુબેઈ પ્રાંતમાં લાગુ કરી દેવામાં આવ્યું હતુ અને 6 કરોડ લોકો ઘરોમાં કેદ થઈ ગયા હતા.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતના 40 લાખ પરિવારને રાશન નથી અપાયું – ચાવડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન