નર્મદા ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર આજથી શટડાઉનઃ ૫૦ સ્ન્ડ્ઢ પાણીની ઘટ પડશે - Sandesh
  • Home
  • Bhuj
  • નર્મદા ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર આજથી શટડાઉનઃ ૫૦ સ્ન્ડ્ઢ પાણીની ઘટ પડશે

નર્મદા ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર આજથી શટડાઉનઃ ૫૦ સ્ન્ડ્ઢ પાણીની ઘટ પડશે

 | 2:00 am IST

કચ્છનાં ૭ તાલુકાઓમાં અપૂરતો વરસાદ થતાં નાના-મોટા ડેમોમાં પાણીનાં તળ નીચા ઉતરી ગયા છે, પીવાનાં પાણીનું સંકટ ઊભંુ થયંુ છે તેવા સમયે કચ્છને સાંકળતા નર્મદા ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર તા.૮ મીથી તા.૧૫મી સુધી શટડાઉન થવાથી જિલ્લામાં ૫૦ એમએલડી પાણીની ઘટ વર્તાશે જેને લઈ પાણી વિતરણ વ્યવસ્થા ઉપર અસર પડે તેવી શક્યતા વ્યકત કરાઈ છે.

જીડબલ્યુઆઈએલનાં સિનિયર મેનેજર ઝાલાએ જણાવ્યંુ હતું કે, કચ્છ જિલ્લામાં હાલ માળિયા-ખીરઈ પમ્પિંગ સ્ટેશનથી ૨૦૦ એમ.એલ.ડી.,ટપ્પર ડેમમાંથી ૫૦ એમ.એલ.ડી અને ભચાઉ બ્રાન્ચ કેનાલમાંથી ૩૦ એમ.એલ.ડી. એમ કુલ ૨૮૦ એમ.એલ.ડી.પાણી નર્મદા પ્રોજેક્ટની પાઈપલાઈન મારફતે પાણી વિતરણ કરવામાં આવે છે. આવતીકાલ તા.૮ મીથી તા.૧૫ દરમિયાન રેગ્યુલર મેન્ટેનન્સ માટે શટડાઉનને કારણે કચ્છને ઢાંકીથી ખીરઈ પાઈપલાઈન મારફતે ૨૦૦ એમ.એલ.ડી.પાણી મળે છે તે ૧૫૦ એમ.એલ.ડી.મળશે.ટપ્પર ડેમમાંથી ૧૦૦ એમ.એલ.ડી. અને ભચાઉ બ્રાન્ચ કેનાલનું ૩૦ એમ.એલ.ડી. ગણતા જિલ્લામાં પીવાનાં પાણીની કોઈ તકલીફ રહેશે નહીં તેવો દાવો તેમનાં દ્વારા કરવામાં આવ્યો છે.

નર્મદા નિગમનાં અધિકારી ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ માળિયા કેનાલમાં ૩૨૫ કયુસેકનાં ફલોથી પાણી છોડવામાં આવે છે, પરંતુ ખીરઈ ૧૩૫ કિ.મી.પર જીડબલ્યુઆઈએલનાં સમ્પમાંથી પાણીનો જથ્થો બિલકુલ મળતો નથી. જો માળિયા બ્રાંચ કેનાલમાંથી ૫૦૦ કયુસેક જથ્થો છોડવામાં આવે તો તા.૮ થી ૧૫ પર્યાપ્ત માત્રામાં પાણી મળી શકે તેમ છે.