Shweta Bachchan and the newlyweds will be seen in KBC 13
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેબીસી 13માં જોવા મળશે શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી

કેબીસી 13માં જોવા મળશે શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી

 | 8:50 pm IST
  • Share

  • શ્વેતા બચ્ચન-નવ્યા નવેલી સાથે ગેમ રમશે બિગ બી
  • એક હજાર એપિસોડ પૂરા થતા બિગ બી થયા ભાવુક
  • KBC 13માં ત્રણેય પેઢી જોવા મળી

ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના 1000 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શરૂઆતથી જ આ શો હોસ્ટ કરતાં આવ્યા છે. ત્યારે 1000માં માઈલસ્ટોન એપિસોડની ઉજવણીમાં અમિતાભ બચ્ચન સાથે દીકરી શ્વેતા બચ્ચન નંદા અને દોહિત્રી નવ્યા નવેલી નંદા જોવા મળશે.

KBC 13માં ત્રણેય પેઢી

અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં બચ્ચન પરિવારના ત્રણેય સભ્યો ફોર્મલ કપડાંમાં જોવા મળી રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે બિગ બી પ્રેમથી પોતાની દીકરી શ્વેતાને નિહાળી રહ્યા છે જ્યારે તેમની બાજુમાં દોહિત્રી નવ્યા છે.

દીકરીઓ સૌથી પ્રેમાળ:BIG B

આ ફોટો શેર કરતા બિગ બી એ લખ્યું છે કે  ‘દીકરીઓ સૌથી પ્રેમાળ, તેમની જ આ દુનિયા છે.’ નાનાની પોસ્ટ પર નવ્યાએ તરત જ કમેન્ટ કરતાં લખ્યું, “લવ યુ.” વધુમાં બિગ બીએ લખ્યું છે કે આ આખો એપિસોડ ખુબ જ ઈમોશનલ રહ્યો. એક પિતા અને નાના માટે આનાથી સારી સાંજ કોઈ હોય જ ના શકે. અ સાથે બિગ બીએ આ એપીસોડના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, મૌની રોય જેવા કલાકારોએ પણ બિગ બીના ફોટા પર પ્રેમ વરસાવ્યો છે.

KBC ના 1000 એપિસોડ

કૌન બનેગા કરોડપતિ’ના 1000મા એપિસોડ વિશે વિસ્તારથી વાત કરતાં અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું, “‘કૌન બનેગા કરોડપતિ’ના 1000મા એપિસોડને પૂરતું સન્માન આપવામાં આવ્યું છે. ચેનલ તરફથી વિનંતી કરવામાં આવી હતી કે, આ ખાસ એપિસોડમાં મારા પરિવારના સભ્યો શોમાં આવે અને હોટસીટ પર બેસે.” જણાવી દઈએ કે, ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ છેલ્લા 20 વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.

કોવિડ નિયમોના પાલન સાથે શૂટિંગ

અમિતાભ બચ્ચન શોની ત્રીજી સિવાય દરેક સીઝનના હોસ્ટ રહી ચૂક્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ 3’ને શાહરૂખ ખાને હોસ્ટ કરી હતી. મહામારીના કારણે ‘કૌન બનેગા કરોડપતિ 12’ ઓડિયન્સ વિના શૂટ કરવામાં આવ્યું હતું. જ્યારે ‘કૌન બનેગા કરોડપતિ 13’માં લાઈવ ઓડિયન્સ હોય છે અને કોવિડના નિયમોના પાલન સાથે શૂટિંગ થાય છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો