Shweta Bachchan Launched Fashion Store In Mumbai, Bachchan Family Presented in The Launching
  • Home
  • Featured
  • Photos: શ્વેતા બચ્ચનનાં સ્ટોર લૉન્ચ પર દીકરી ઈશા સાથે પહોંચ્યા નીતા અંબાણી

Photos: શ્વેતા બચ્ચનનાં સ્ટોર લૉન્ચ પર દીકરી ઈશા સાથે પહોંચ્યા નીતા અંબાણી

 | 11:18 am IST

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચને શનિવારે સાંજે મુંબઈમાં એક ફેશન લેબલને લૉન્ચ કર્યું છે. આ ઇવેન્ટમાં શ્વેતાને સપોર્ટ કરવા સંપૂર્ણ બચ્ચન પરિવાર પહોંચ્યો હતો. આ ખાસ અવસર પર અમિતાભ-અભિષેક સહિત ઘણા સેલિબ્રિટી જોવા મળ્યા હતા. આ સ્ટરો લૉન્ચમાં નીતા અંબાણી, ટીના અંબાણી અને ઈશા અંબાણી સહિત નેહા ધૂપિયા પણ પહોંચ્યા હતા. બચ્ચન પરિવાર સાથે શ્વેતાને સપોર્ટ કરવા નંદા પરિવાર પણ પહોંચ્યો હતો. દીકરી શ્વેતા, નાતિન નવ્યા નવેલી અને નિખિલ સાથે અમિતાભ અને જયા બચ્ચન જોવા મળ્યા હતા. ઇવેન્ટમાં નવ્યા નવેલી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

ઐશ્વર્યા રાય ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. તો અભિષેક બચ્ચન કૂલ અંદાજમાં બહેન શ્વેતાને સપોર્ટ કરવા પહોંચ્યો હતો.