અમિતાભ બચ્ચનની દીકરીના લેટેસ્ટ સમાચાર જાણીને તમને નહિ થાય વિશ્વાસ, Photosમાં છુપાયો છે જવાબ - Sandesh
  • Home
  • Featured
  • અમિતાભ બચ્ચનની દીકરીના લેટેસ્ટ સમાચાર જાણીને તમને નહિ થાય વિશ્વાસ, Photosમાં છુપાયો છે જવાબ

અમિતાભ બચ્ચનની દીકરીના લેટેસ્ટ સમાચાર જાણીને તમને નહિ થાય વિશ્વાસ, Photosમાં છુપાયો છે જવાબ

 | 7:56 pm IST

બોલિવુડ મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન ગત કેટલાક મહિનાઓથી સમાચારમાં છવાઈ છે. ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝથી હંમેશા દૂર રહેનારી શ્વેતા ગત કેટલાક દિવસોથી બોલિવુડ સેલેબ્સના લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ આપતી નજર આવી રહી છે. તેના વીડિયો પણ ઈન્ટરનેટ પર વાઈરલ થયા હતા. પરંતુ લેટેસ્ટ સમાચાર એ છે કે, 44 વર્ષીય શ્વેતા હવે એક્ટિંગમાં ડેબ્યુ કરવા તૈયાર છે. અમિતાભ બચ્ચન પહેલીવાર દીકરી સાથે શુટિંગ કરતા નજરે આવ્યા છે. તસવીરોમાં બાપ-દીકરીની જોડી સરસ લાગી રહી છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું કે, તેમણે કલ્યાણ જ્વેલર્સની એડ માટે દીકરી સાથે શુટિંગ કર્યું છે. આ એડ જુલાઈમાં રિલીઝ થશે. બંનેએ સોમવારે શુટિંગ પૂરું કર્યું હતુ. તસવીરોમાં અમિતાભ બચ્ચન વૃદ્ધ વ્યક્તિ અને શ્વેતા સલવાર-કુરતામાં નજર આવી રહી છે.