shweta tiwari show mere dad ki dulhan case filed before controversies
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીના જીવનમાં ઘાત પર ઘાત: બે પતિ સાથે વિવાદ બાદ હવે ત્રીજો એક મોટો દાવ થયો!

આ અભિનેત્રીના જીવનમાં ઘાત પર ઘાત: બે પતિ સાથે વિવાદ બાદ હવે ત્રીજો એક મોટો દાવ થયો!

 | 11:37 am IST

અભિનેત્રી શ્વેતા તિવારીનું કમબેક શો મેરે ડૈડ કી દુલ્હન વિવાદોમાં ફસાઈ રહ્યું છે. હીરોઈન અને પંજાબી ફિલ્મ પ્રોડ્યુસર પ્રીતિ સપ્રુની તરફથી કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટીવી શોના પ્રોડ્યુસર ટોની અને દિયા સિંહ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં મામલો દાખલ કરાવી કહેવામાં આવ્યું છે કે, તેની આવનારી ફિલ્મ તેરી મેરી ગલ બની ગઈ આજ કોન્સેપ્ટ પર છે. એક રિપોર્ટ પ્રમાણે પ્રીતિનું કહેવું છે કે તેણે 2017માં ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશનમાં (IMPPA) તેનો કોન્સેપ્ટ રજીસ્ટર પણ કરાવેલો છે.

પ્રીતિના વકીલ અભિજીત દેસાઈએ કહ્યું કે, એમના ક્લાઈંટે (IMPPA)માં આખો કોન્સેપ્ટ રજીસ્ટર કરાવેલો છે. તેણે એમ પણ કહ્યું કે જ્યારે અમે કેસ દાખલ કર્યો ત્યારે આ મુદ્દા પર (IMPPA) સાથે વાત કરવામાં આવી હતી. પરંતુ શોના મેકર્સે કોઈ પ્રકારે સ્પષ્ટીકરણ કરેલું નથી. ત્યારબાદ કોપીરાઈટનાં ઉલ્લઘંનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દેસાઈએ કહ્યું કે તેને ઉમ્મીદ છે કે શોના રિલીઝ પહેલા કોઈ ફાઈનલ ચૂકાદો આવી જાય.

તો આ તરફ દિયાનું કહેવું છે કે તેણે 2017માં જ ચેનલના શો વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે મારી પાસે સબુત માટે ઈમેઈલ પણ છે. દિયાએ કહ્યું કે, પ્રીતિએ જ્યારે રજીસ્ટર કરાવ્યું એ પહેલાથી જ મારી પાસે આઈડિયા હતો. દિયાએ એમ પણ કહ્યું કે તે પ્રીતિને નથી જાણતી. અમારી પાસે IMPPAનો પત્ર આવ્યો અને હજુ અમે જવાબ આપવાના જ હતા કે તે કોર્ટ જતી રહી.

જ્યારે પ્રીતિનું કહેવું છે કે તેણે ફિલ્મ પર ખુબ પૈસા ખર્ચ કર્યા છે. 90 ટકા કામ થઈ ગયું છે. આગળના વર્ષે જ તેને રીલિઝ કરવાની છે. જો મારી ફિલ્મ પહેલા જ આ શો આવી ગયો તો બધા એવું વિચારશે કે મારી ફિલ્મે દગો કર્યો છે.

આ વીડિયો પણ જુઓ: ગિરનારની લીલી પરિક્રમા પર અધિકારી અને યાત્રીઓની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન