શરમાળ પ્રાણી ચિંકારા - Sandesh

શરમાળ પ્રાણી ચિંકારા

 | 4:20 am IST

ચિંકારા દક્ષિણ એશિયામાં જોવા મળતું પ્રાણી છે. તે દેખાવે હરણ જેવું લાગે છે. આ પ્રાણી ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન તેમજ ઇરાનમાં મોટેભાગે જોવા મળે છે. એમ કહી શકાય કે આ દેશો તેની જન્મભૂમિ અને માતૃભૂમિ છે.

દેખાવે હરણ જેવું લાગતું ચિંકારા કદકાઠીમાં પણ એવડું જ હોય છે. તેની ઊંચાઇ ૬૫ સેન્ટીમીટર મતલબ કે ૨૫થી ૨૬ ઈંચ હોય છે. જ્યારે તેનું વજન ૨૩ કિલોગ્રામ જેટલું થતું હોય છે. ચિંકારાનો જન્મ થાય છે તે સમયે તેનું વજન એક કિલોગ્રામ જેટલું હોય છે. જે બાદમાં ૨૬ કિલોની આસપાસ પહોંચે છે.

સ્વભાવે ચિંકારા ખૂબ જ શાંત અને શરમાળ હોય છે. તેને માનવ વસતી પસંદ નથી હોતી, તેથી બને ત્યાં સુધી તે નિર્જન જગ્યાઓ ઉપર વધારે રહેવાનું પસંદ કરે છે. આ પ્રાણી ટોળામાં પણ ઓછું જોવા મળે છે. તે કોઇક જ વાર એક સાથે વધારેમાં વધારે આઠ ચિંકારાનું ટોળું બનાવીને ફરતા જોવા મળે છે. બાકી આ પ્રાણી તેનું ભોજન શોધવા પણ એકલા જવાનું પસંદ કરે છે.

ચિંકારા ઠંડીની સીઝનમાં ભૂરા રંગનું લાગે છે, જ્યારે ગરમીમાં તે રાખોડી કલરનું લાગે છે. જ્યારે તેના પેટનો ભાગ સફેદ કલરનો હોય છે.

ચિંકારા સુકા ઘાસના મેદાનો તેમજ રણપ્રદેશમાં વધારે જોવા મળે છે.

જોકે હાલ ચિંકારાની વસતી ઓછી થતી જાય છે, પ્રદૂષિત પર્યાવરણના કારણે આ પ્રાણીની વસતી દિવસે ને દિવસે ઘટતી જાય છે, વર્ષ ૨૦૦૧માં ભારતમાં તેમની વસતી એક લાખ હતી, જે બે વર્ષ બાદ એંશી હજાર થઇ ગઇ હતી.

આ પ્રાણી સ્વભાવે શાંત છે, પરંતુ રણમાં તે નીલ ગાય, બ્લેકઅગ, ચારસિંઘા, તેમજ વન્ય બકરીઓ સાથે ઘણીવાર ફરતું જોવા મળે છે.

નર ચિંકારા અને તેની માદા વર્ષમાં એક વાર મળે છે.

આ પ્રાણી ચિત્તા, દિપડા અને બંગાળી વાઘનું મનપસંદ ભોજન છે. જંગલના આ પ્રાણીઓ તેના માટે ભયજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન