Siddharaj Jayasingh from Siddhi Vinayak temple was established history
  • Home
  • Featured
  • સિદ્ધિ વિનાયક મંદિરની સિદ્ધરાજ જયસિંહે કરી હતી સ્થાપના, જાણો ઇતિહાસ

સિદ્ધિ વિનાયક મંદિરની સિદ્ધરાજ જયસિંહે કરી હતી સ્થાપના, જાણો ઇતિહાસ

 | 8:50 am IST

સરસ્વતી નદીના કાંઠે વસેલું પાટણ એક એતિહાસિક નગરી સાથે ધાર્મિક નગરી છે અને તેનો ઈતિહાસ અનેક મંદિરો આજે પણ કંડારેલો યથાવત છે તેવું જ પ્રાચીન અને આસ્થા નું કેન્દ્ર સિદ્ધિ વિનાયક મંદિર અને તેની સ્થાપના ઈ.સ 802 એટલે કે 1270 વર્ષ પેહલા સિદ્ધરાજ જયસિંહે કરી હતી અને તેની પૂજા આર્ચના કરી દેશ ભર માં સિદ્ધિ મેળવી બન્યો હતો સમ્રાટ જેને લઇ આજે પણ આ મંદિર પ્રત્યે ભક્તો માં જોવા મળે છે. 

ઐતિહાસિક નગરી પાટણમાં વેહતી સરસ્વતી નદીના કાંઠે આ સિદ્ધ મૂર્તિ ( સિદ્ધિ વિનાયક )ની સ્થપના સંવત ઈ સ 802 એટલે 1270 વર્ષ પેહલા રાજા સિદ્ધરાજ જયસિંહે કરી હતી. તેની શાત્રોસ્તિક પૂજા વિધિ કરીને અર્ચના શરુ કરી હતી અને આ મંદિરનું નામ સિદ્ધિ વિનાયક આપ્યું હતુ. જે પણ રાજા આ સિદ્ધ મૂર્તિ એટલે કે ભગવાન સિદ્ધિ વિનાયક ની પૂજા કરી યુદ્ધ કરવા જતા હતા.

તે તમામ રાજાઓ યુદ્ધમાં વિજયી બની સિદ્ધિ મેળવતા હતા. કેહવાય છે કે રાજા જયસિંહ એટલે સિદ્ધરાજ જયસિંહ પણ પોતાના યુદ્ધકાળ; દરમ્યાન આ સિદ્ધ મૂર્તિની પૂજા કરી યુધ્ધે ચડતા હતા અને વિજય હાસલ કરતા હતા. ઈતિહાસ સાક્ષી છે સિદ્ધરાજ જયસિંહના ઈતિહાસ સાથે આ સિદ્ધિ વિનાયક મંદિરનો પણ ઈતિહાસ સોનેરી પાનાઓમાં આજે પણ જોવા મળે છે. વાત કરીએ સિદ્ધિ વિનાયક ભગવાનની મૂર્તિની તો જે સમયની આ પ્રથમ મૂળ મૂર્તિ છે.

આ મૂર્તિ સ્વરૂપ તેમજ શ્રી યંત્ર સાથે શિવ પાર્વતીની અલભ્ય મૂર્તિ 1270 વર્ષથી એ જ સ્થિતિમાં છે અને આ મંદિરમાં રહેલ સિદ્ધ મૂર્તિને સિદ્ધિ વિનાયક દાદાનું મૂળ સ્વરૂપ માનવામાં આવે છે. આ સિદ્ધિ વિનાયકની મૂર્તિના સ્વરૂપ પરથી જ મુંબઈ ખાતે સિદ્ધિ વિનાયક મંદિરમાં એ જ સ્વરૂપે સિદ્ધિ વિનાયકની સ્થાપના કરવામાં આવી છે. આમ આ મંદિરની આસ્થા અને ઈતિહાસ દેશભરમાં જાણીતા છે.. શહેર સહિત દેશ વિદેશથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા અને સિદ્ધિ મેળવવા અચૂક દાદાના દર્શન અર્થે આવે છે.

શહેરની મધ્યમમાં આવેલ ગણપતિ દાદાની પોળમાં 1270 વર્ષ જુના સિદ્ધિ વિનાયક મંદિર પ્રત્યે ભક્રતોમાં ભારે આસ્થા જોવા મળી રહી છે. ભક્તો દર મંગળવાર, સંકટ ચતુર્થી તેમજ ગણેશ ચતુર્થી દરમ્યાન મોટી સંખ્યામાં આ પ્રાચીન સિદ્ધિ વિનાયક દાદાના દર્શન અર્થે ઉમટે છે. અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે મોતીચુર ના લાડુ અને બુંદીની પ્રસાદી ધરાવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પાટણમાં વિવિધ મોહલ્લા -પોળોમાં દાદા ની સ્થાપના કરી ખુબજ હર્ષ ઉલ્લાસ સાથે ગણેશ ઉજવણી કરવામાં આવી રહી છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન