સિદ્ધાર્થ સંઘવીના ગૂમ થવાનું કોકડું ગૂંચવાયું : પોલીસ અસમંજસમાં - Sandesh
  • Home
  • Mumbai
  • સિદ્ધાર્થ સંઘવીના ગૂમ થવાનું કોકડું ગૂંચવાયું : પોલીસ અસમંજસમાં

સિદ્ધાર્થ સંઘવીના ગૂમ થવાનું કોકડું ગૂંચવાયું : પોલીસ અસમંજસમાં

 | 3:33 am IST

મુંબઈ

એચડીએફસી બેન્કના વાઈસ પ્રેસીડેન્ટ સિદ્ધાર્થ સંઘવીના ગૂમ થવાનું કોકડું હજી વધુ ગૂંચવાયું છે. એક તરફ કોન્ટ્રાક્ટર ક્લિર રઈસ શેખે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે, પણ બીજી બાજુ સિદ્ધાર્થનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી અને રઈસ શેખ પણ તેનાં નિવેદન વારંવાર બદલાવી રહ્યો હોવાથી પોલીસ પણ અસંમજસમાં છે. રઈસ શેખે આ બાબતે સુપારી આપનાર પંકજ અને અમિતના નામ આપતા તેમને પણ તાબામાં લેવાયા છે. આ ઉપરાંત પોલીસે શંકા પરથી બીજા ચાર જણને પણ તાબામાં લીધા છે, આમ અત્યાર સુધી આ કેસમાં કુલ સાત જણને પોલીસે અટકમાં લીધા છે. જોકે, પોલીસ દ્વારા કોઇ સત્તાવાર નિવેદન મોડી રાત સુધી બહાર પા.ડવામાં આવ્યું નહોતું.

મલબાર હિલમાં રહેતા અને લોઅર પરેલ કમલા મિલ કમ્પાઉન્ડમાંથી બુધવારે રાતે ૮ વાગ્યે ઘરે જવા નીકળેલા એચડીએફસી બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ સિધ્ધાર્થ સંઘવી ગુમ થઇ જતાં તેમના પરિવારે બીજા દિવસે એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં આ વિશે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોતાં એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશન,મુંબઈ ક્રાઇમ બ્રાંચ, નવી મુંબઈ પોલીસ નવી મુંબઈ ક્રાઇમ બ્રાંચના ૧૦૦ જેટલા વધુ પોલીસ ઓફિસરોની અનેક ટીમ આ કેસની તપાસમાં લાગી હતી.

ખબરી નેટવર્કના આધારે રઇસ શેખ ઝડપાયો

રીઢા ગુનેગારો હાલ શું કરી રહ્યા છે અને ક્યાં છે એ જાણવા ખબરી નેટવર્કમાં માહિતી લેવાની સુચના આપી હતી. જેમાં કોન્ટ્રાક્ટ કિલર રઇસ શેખ પર શંકાની સોય તકાતાં તેને તાબામાં લેવાયો હતો.