સિદ્ધાર્થ સંઘવી હત્યાની તપાસ પર હજી પૂર્ણવિરામ નથી મુકાયું - Sandesh
  • Home
  • Mumbai
  • સિદ્ધાર્થ સંઘવી હત્યાની તપાસ પર હજી પૂર્ણવિરામ નથી મુકાયું

સિદ્ધાર્થ સંઘવી હત્યાની તપાસ પર હજી પૂર્ણવિરામ નથી મુકાયું

 | 2:36 am IST

। મુંબઈ ।

ગયા બુધવારે સાંજે લોઅર પરેલની ઓફિસના પાર્કિંગમાંથી ગુમ થયેલા એચડીએફસી બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીની હત્યા કર્યાની કબૂલાત રઇસ ઉર્ફ સરફરાઝ શેખે કરી હતી. તેણે કહ્યું હતું કે તેના પર બાઇક લોનના રૂપિયા ૩૫૦૦૦ ચડી ગયા હતા અને તે બહુ જ નાણાભીડ ભોગવી રહ્યો હોવાથી તેણે સિદ્ધાર્થની હત્યા કરી હતી. એનએમજોશી માર્ગ પોલીસે તેની હત્યાના ગુનાસર ધરપકડ પણ કરી હતી, પણ એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ વિશે કહ્યું છે કે હાલ તો સરફરાઝે કરેલી કબૂલાતના આધારે તેની ધરપકડ કરાઈ છે, પણ તેની બધી જ વાતો માની લેવી જરૂરી નથી. આ હત્યામાં અન્ય કોઇની સંડોવણી છે કે નહી એ વિશે અમારી તપાસ ચાલુ જ છે. જો અન્ય કોઇની સંડોવણી બહાર આવશે તો તેની પણ ધરપકડ કરાશે. અનેક એંગલથી આ કેસની તપાસ ચલાવાઈ રહી છે.

જ્યારે પોલીસ દ્વારા તેની તપાસ ચાલી રહી હતી. ત્યારે એવી વિગતો બહાર આવી હતી કે ૧૧ જ વર્ષના ટંકા સમયગાળામાં ત્રણ વાર પ્રમોશન મેળવનાર સિદ્ધાર્થની પ્રગતિને કારણે તેની ઇર્ષ્યાન્ કરનાર તેના જ સહકર્મચારીઓએ રઇસને સિદ્ધાર્થને ખતમ કરવા સુપારી આપી હતી. જેને લઇ રઇસ ઉર્ફ સરફરાઝે તેની હત્યા કરી હતી. એક મહિલા કર્મચારી પણ તેમાં સંડોવાઈ હોવાનું મીડિયામાં ચર્ચાઈ રહ્યું હતું. તો શું હવે આ પ્રકરણમાં ભીનું સંકેલી લેવાયું છે એવો પ્રશ્ન મીડિયા અને મુંબઈગરાઓમા ચર્ચાઈ રહ્યો છે.

;