બાજુ બાજુમાં બે કાર દોડી શકે એવી પહોળી હજારો કિલોમીટર લાંબી દિવાલ! - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • બાજુ બાજુમાં બે કાર દોડી શકે એવી પહોળી હજારો કિલોમીટર લાંબી દિવાલ!

બાજુ બાજુમાં બે કાર દોડી શકે એવી પહોળી હજારો કિલોમીટર લાંબી દિવાલ!

 | 1:35 am IST

આપણે બધા તેને ગ્રેટ વૉલ ઑફ ચાઇના તરીકે ઓળખીએ છીએ. તેને હેરિટેજ સાઇટ એટલે કે માનવજાતનો સાંસ્કૃતિક વારસો ધરાવતી જગ્યા જાહેર કરાઈ છે. આ એક એવી દિવાલ છે કે જેને બનાવવા માટે ૧૧૦૦ વર્ષનો સમય લાગ્યોે હતો. ચીનની આ વિખ્યાત દિવાલ પથ્થરને માટી વડે ચણતર કરીકરીને બનાવવામાં આવી હતી. તેનું સમારકામ અને બાંધકામ લગભગ પાંચમી સદીથી લઇને ૧૬મી સદી સૂધી ચાલ્યું હતુ. ચીનના રાજાઓએ ઉતરીય સરહદથી હુમલો કરતા ભયાનક ઘાતકી હુણ લોકોથી રક્ષા કરવા માટે બાંધવાની શરૂ કરી હતી. હુણ એ ચીનની ઉત્તરે વસતી પ્રજા હતી જે ચીન ઉપર વિજય મેળવી સત્તા સ્થાપવા માંગતા હતા. ઇ.સ. પૂર્વ પાંચમી સદીમાં બંધાયેલ ઘણી દિવાલોને ગ્રેટ વૉલ તરીકે ઓળખવામાં આવે છે, તેમાંની એક પ્રસિદ્ધ દિવાલ ચીનનાં પ્રથમ શહેનશાહ કીન શી હુઆંગ દ્વારા ત્રીજી સદીમાં ૨૨૦-૨૦૬ વચ્ચે બાંધવાની શરૂઆત થઈ હતી.મિંગ વંશના શાસનકાળ દરમિયાન દિવાલની લંબાઈ વધતી ગઈ. એમ કરતાં એ સાડા છ હજાર કિલોમીટર લાંબી બની ગઈ.

પૂર્વમાં શાંહાઇગુઆનથી પશ્વિમમાં લોપનુર સુધી લગભગ ૬૪૦૦ કિ.મી. ની લંબાઈમાં દક્ષિણના મોંગોલિયા સૂધી ફેલાઇગયેલો તેનો બીજો ફાંટો ઉમેરીએ તો કુલ લંબાઈ લગભગ ૬૭૦૦ કિ.મી થઈ જાય. મિંગ વંશનો દબદબો હતો ત્યારે આ દિવાલ પર દસ લાખથી પણ વધુ સૈનિકો સતત ચોકીપહેરો ભરતા હતા. એવું પણ કહેવાય છે કે સદીઓ સુધી બાંધકામ ચાલતું રહ્યું એમાં અંદાજે ૨૦ થી ૩૦ લાખ લોકો માર્યા ગયા હતા.એક પુરાતત્વીય વિભાગના સર્વેમાં જણાવવામાં આવ્યુ છે સમગ્ર દિવાલ અને તેની તમામ શાખાઓને જોડતા તેની લંબાઇ ૨૧,૧૯૬ કિ.મી છે.તેમજ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ દ્વારા ૧૯૮૭માં વિશ્વની સાત અજાયબીમાંથી એક અજાયબી જાહેર કરવામાં આવી હતી.

 

દિવાલ બાંધવાની શરૂઆત…

ત્રીજી સદી દરમિયાન ચીનમાં યુદ્ધનો સમયગાળો ચાલી રહ્યો હતો. તેથી દરેક વંશ પોતાના શાસનની રક્ષા માટે કિલ્લેબંધી તરફ વળી રહ્યો હતો. યુદ્ધના પગલે ઉત્તર તરફથી હુમલાઓને રોકવા માટે અને રાજ્યના રક્ષણ માટે તે સમયના રાજા કિન શી હુઆંગે કિલ્લેબંધી કરવાની શરૂઆત કરાવી હતી. પ્રખ્યાત દિવાલના કામને પાર પાડવાનું કામ પ્રખ્યાત ચાઇનીઝ જનરલ મેંન્ગ તિઆનને આપવામાં આવ્યું. કીન શી હુઆંગના મૃત્યુ બાદ અને તેમના શાસનના અંત બાદ દિવાલની યોગ્ય સારસંભાળ ન થવાને કારણ તેની હાલત ખરાબ થવા પામી હતી જો કે ત્યારબાદ આવેલા કેટલાય શાસકોએ દિવાલનું સમારકામ કરાવવાનું શરુ કર્યું તેમજ અન્ય દિવાલો કે જે દુશ્મન શાસકો દ્વારા તોડી પાડવામાં આવી હતી તેને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું, પણ સમય જતાં શાંતિ સ્થપાઈ ગઈ તો તેઓનો તેમાં રસ ન રહ્યો.

મિંગ રાજવંશ અને અત્યારની દિવાલ..

હાલની હયાત દિવાલનો મોટાભાગનો હિસ્સો મિંગ રાજવંશ દ્વારા બનાવામાં આવેલો હતો. મિંગ રાજવંશે આ દિવાલમાં ઉમેરો કરતા રહી તેની લંબાઈ વધારી હતી કારણ કે તે મંચુસ શાસકોથી રક્ષણ કરવા માગતા હતા. તેઓએ બાંધકામની શરૂઆત ૧૪૭૪થી કરી હતી અને દિવાલને યેલુ નદી લીઓનિગ પ્રાંતથી લઇને તાલોઇ નદી ગાન્સુ પ્રાંત સુધી તેનો વિસ્તાર કર્યો હતો.પરંતુ કિંગ શાસક ચીનના મુખ્ય ભાગમાં પ્રવેશી કિલ્લેબંધીનું કામ અટકાવીને કિંગ સામ્રાજયની સ્થાપના કરી અને કિંગના સામ્રાજ્ય હેઠળ,ચીનની સરહદો દિવાલને પેલે પાર સુધી વિકસી અને બીજા સામ્રાજ્ય પણ કિંગ શાસન હેઠળ આવતા ંદિવાલનું બાંધકામ અને સમારકામ બંધ પડયું.