Photos: Sidharth Malhotra Turns 34 Bollywood Stars Reached At His Birthday Party
  • Home
  • Featured
  • Photos: 34 વર્ષનો થયો સિદ્ધાર્થ મલ્હોત્રા, બર્થડે પાર્ટીમાં પહોંચ્યા બોલીવુડ સ્ટાર્સ

Photos: 34 વર્ષનો થયો સિદ્ધાર્થ મલ્હોત્રા, બર્થડે પાર્ટીમાં પહોંચ્યા બોલીવુડ સ્ટાર્સ

 | 1:56 pm IST

બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે પોતાના બર્થડે પર એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ પાર્ટીમાં કેટરીના કૈફ, જૈકલીન ફર્નાન્ડિસ, સોનાક્ષી સિન્હા અને કરણ જોહર જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા. સૌએ પાર્ટીને ઘણી જ એન્જોય કરી હતી. પાર્ટીનાં ફૉટો્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટરીના કૈફ અહીં સિમ્પલ લૂકમાં જોવા મળી હતી. તેણે નો મેકઅપ લૂક અપનાવ્યો હતો. યેલ્લો કલરની ડ્રેસમાં અને કર્લી હેયરમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.

સોનાક્ષી સિન્હા બ્લૂ કલરનાં આઉટ ફિટમાં જોવા મળી હતી. તેનો લૂક ઘણો જ સ્ટનિંગ હતો. તેણે પોતાના લૂકને કમ્પલીટ કરવા માટે ન્યૂડ લિપસ્ટિક લગાવી હતી. તો બ્લેક કલરનાં આઉટફિટમાં કરિશ્મા કપૂર પણ ઘણી જ સુંદર લાગી રહી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો સિદ્ધાર્થ ફિલ્મ ‘જબરિયા જોડી’માં જોવા મળશે. આ ફિલ્મમાં પરિણીતિ ચોપરા તેના અપોઝિટ રૉલમાં છે. તાજેતરમાં તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડેન્ટ ઑફ ધ યર’થી બોલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી.