Kartarpur Corridor: Navjot Singh Sidhu Praised Pakistani PM Imran Khan
  • Home
  • Featured
  • સિદ્ધુએ દિલ ખોલીને ઇમરાન ખાનની કરી પ્રશંસા, સિંકદર સાથે કરી દીધી સરખામણી

સિદ્ધુએ દિલ ખોલીને ઇમરાન ખાનની કરી પ્રશંસા, સિંકદર સાથે કરી દીધી સરખામણી

 | 6:01 pm IST

પાકિસ્તાનનાં કરતારપુર કોરિડોરનાં ઉદ્ઘાટન સમારોહમાં કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની ભરપુર પ્રશંસા કરી છે. કોરિડોર માટે તેમણે ઇમરાન ખાનની સાથે સાથે પીએમ મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો. ઉદ્ધાટન સમારંભને સંબોધિત કરતા સિદ્ધુએ શરૂઆત જ ઇમરાન ખાનને ઇતિહાસ રચનારા ગણાવતા કરી.

ઇમરાન ખાનની શાનમાં કવિતા વાંચીને સિદ્ધુએ પોતાનું ભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું, “હૈ સમય નદી કી બાઢ કી અકસર સબ બહ જાયા કરતે હૈ, હૈ સમય તૂફાન પ્રબલ પર્વત ભી ઝુક જાયા કરતે હૈ, અકસર દુનિયા કે લોગ સમય મે ચક્કર ખાયા કરતે હૈ, પર કુછ ઇમરાન ખાન જૈસે હોતે હૈ જો ઇતિહાસ બનાયા કરતે હૈ.”

સિદ્ધુએ કહ્યું કે, તેઓ પોતાના દોસ્ત ઇમરાન ખાનનો 14 કરોડ શીખો તરફથી આભાર વ્યક્ત કરે છે. કૉંગ્રેસ નેતાએ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની તુલના સિકંદર સાથે કરતા કહ્યું કે, “સિકંદરે ડરાવીને દુનિયા જીતી હતી, ઇમરાન ખાન સાહેબ તમે જેમણે દિલ જીતીને દુનિયા જીતી છે.”

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, “ભાગલા બાદ પહેલીવાર સીમાઓ તૂટી છે. કોઈપણ મારા દોસ્ત ઇમરાન ખાનનાં યોગદાનને નકારી ના શકે. હું મોદીજીનો પણ આભાર માનું છું.” સિદ્ધુએ કહ્યું કે, “હું મોદીજીને પણ મુન્નાભાઈવાળી ‘ઝપ્પી’ મોકલી રહ્યો છું.”

આ વિડીયો પણ જુઓ: અયોધ્યા ચુકાદાની 45 મિનીટ જાણો 3 મીનીટમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન