NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સીએમહાઉસનું શુદ્ધિકરણ, ગાયનાં  ૧૧ લિટર દૂધથી રુદ્રી અને પૂજાપાઠ

સીએમહાઉસનું શુદ્ધિકરણ, ગાયનાં  ૧૧ લિટર દૂધથી રુદ્રી અને પૂજાપાઠ

 | 2:05 am IST

લખનઉ, તા. ૨૦

યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાનપદે શપથ લીધા પછી ગોરખપુરનો મઠ છોડી પહેલીવાર લખનઉનાં સીએમહાઉસમાં પ્રવેશ કરવાના છે. તેઓ પ્રવેશ કરે તે પહેલાં જ પાંચ, કાલીદાસમાર્ગ ખાતે આવેલાં સીએમહાઉસમાં ગોરખપુરથી આવેલા ૧૧ પુરોહિતોએ પૂજાપાઠ અને રુદ્રી કરીને શુદ્ધિકરણ કર્યું હતું. મકાનની ચારે તરફ સ્વસ્તિકનાં નિશાન પણ લગાવવામાં આવ્યાં હતાં.

સીએમહાઉસનાં પ્રવેશદ્વારને શ્વેત રંગ કરવામાં આવ્યો છે. પંડિતોએ મંત્રોચ્ચાર સાથે સ્વસ્તિકનું નિશાન કર્યું. ગોરખપુર ખાતેના ગોરક્ષ મઠથી આવેલાં ગાયોનાં ૧૧ લિટર દૂધથી સીએમહાઉસનું શુદ્ધિકરણ, રુદ્રાભિષેક અને અનુષ્ઠાન કરવામાં આવ્યાં હતાં.

સીએમહાઉસમાં પ્રવેશ કરીને યોગી આદિત્યનાથે અતિથીગૃહમાં મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને બોલાવીને વિચારવિમર્શ કર્યો હતો. બપોરે નવા મુખ્યમંત્રી કાર્યાલયે વિભાગોના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

રોમિયો સ્ક્વોડની રચના પણ ટૂંક સમયમાં થશે

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્યે જણાવ્યું હતું કે સરકાર તેનો ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કરી રહી છે, તેના પર સરકાર કામ કરશે. ચૂંટણીનાં વચન મુજબ રોમિયો સ્ક્વોડની રચના પણ ટૂંક સમયમાં થશે. રાજ્યમાં પ્રધાનોને ખાતાંની ફાળવણી ભલે ના થઈ હોય પરંતુ ૧૦૦ દિવસના એજન્ડા પર કામ શરૂ થઈ ચૂક્યું છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ તમામ મુદ્દાને આ એજન્ડામાં આવરી લેવામાં આવ્યા છે. ખેડૂતોની દેવાંમાફી, કતલખાનાં, શેરડીના ખેડૂતોની સમસ્યા વગેરે મહત્ત્વના મુદ્દાનાં સમાધાન શોધવામાં આવશે. સરકાર મહિલાસુરક્ષા પર ખાસ ધ્યાન આપશે. સરકાર વિકાસ માટે નિર્ણયો લેવામાં વિલંબ નહીં કરે. શપથગ્રહણના દિવસે અલ્હાબાદમાં બસપાનેતાની થયેલી હત્યા મુદ્દે તેમણે દુઃખ જાહેર કરતાં કહ્યું હતું કે અપરાધીઓ સામે કડક કામગીરી થશે.

અલ્હાબાદનાં બે કતલખાનાં સીલ  

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછી અલ્હાબાદનાં બે કતલખાનાં બંધ કરવામાં આવ્યાં છે. નગરપાલિકાએ બે કતલખાનાં બંધ કરાવ્યાં હતાં. યોગી આદિત્યનાથ અને ભાજપઅધ્યક્ષ અમિત શાહ એમ બંનેએ ચૂંટણીરેલી દરમિયાન યુપીમાં સત્તા પર આવતાં કતલખાનાં બંધ કરાવવાની વાત કરી હતી. રાજ્યભરમાં ૨૫૦ જેટલાં કતલખાનાં ચાલી રહ્યાં છે. ભાજપે ચૂંટણી વખતે ગેરકાયદે કતલખાનાં બંધ કરવાની વાત કરી હતી.