sign of rajyog in palm according to palmistry, astrology
  • Home
  • Astrology
  • તમારા હાથની લકીરોમાં આ નિશાન તો નથી ને! નહીંતર બનશે મુખ્યમંત્રી બનવાનાં યોગ

તમારા હાથની લકીરોમાં આ નિશાન તો નથી ને! નહીંતર બનશે મુખ્યમંત્રી બનવાનાં યોગ

 | 1:35 pm IST

જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં કોઈ વ્યક્તિની કુંડળીનું અધ્યયન કરીને ભવિષ્ય અંગે સચોટ જાણી શકાય છે એ જ રીતે હસ્તરેખા જોઈને પણ ભવિષ્યને જાણી શકાય છે. કેટલીક વ્યક્તિઓની હથેળીમાં રાજ યોગ સુખ લખેલું હોય છે. રાજયોગનો મતલબ છે કે વ્યક્તિ મંત્રી, મુખ્યમંત્રી, રાજદૂત, રાજ્યાધિકારી, રાજ્યપાલ, ન્યાયધીશ, વકીલ જેવા ઉચ પદ પર બીરાજે. તો આજે આપણે જાણીશું આવાજ ભાગ્યોદય ધરાવતા જાતકોની હસ્તરેખા અંગે.

આ પણ વાંચો: રાશિ અનુસાર જાણો હાથમાં અંગૂઠી કે કડું પહેરવાથી ફાયદો થશે કે નુકસાન

જેમની હથેળીમાં વચોવચ એટલે કે મધ્યભાગમાં ઘોડો, ઘડો, વૃક્ષ કે ધ્વજ જેવું નિશાન હોય તેઓ રાજસુખ ભોગવવાનો અવસર મળે છે. જેમનું કપાળ પહોળું હાથની લંબાઈ વધારે હોય તેઓ રાજસુખ ભોગવે છે.

જેમની હથેળીમાં તલવાર, પહાડ, હળ જેવું નિશાન હોય તેમની પાસે લક્ષ્મીજીની કોઈ કમી રહેતી નથી. જ્યારે સૂર્ય રેખા મસ્તક રેખાથી મળે છે ત્યારે વ્યક્તિ મુખ્યમંત્રી કે રાજ્યપાલ જેવું મહત્વપૂર્ણ પદ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચો: આ 4 રાશિના જાતકો ઢગલા મોઢે કરે છે કમાણી, લક્ષ્મીજીના ચાર હાથ હોય તેમના માથે

જે કોઈ જાતકના હાથમાં ગુરૂ, સૂર્ય પર્વત ઉચ્ચ હોય તે રાજ્યપાલ બને છે. જેમની હથેળીમાં શનિ પર્વત પર ત્રિશૂળ ચિહ્ન હોય તે રાજ્યાધિકારી બને છે. જ્યારે મંગળ પર્વત વધારે ઉંચો હોય સૂર્ય રેખા પ્રબળ હોય તો તે ઉચ્ચ પદ જેવાકે કમિશનર કે કલેક્ટર બને છે.

આમ હથેળી પર જો રાજયોગ હોય તો આવી વ્યક્તિ ક્યારેય નિષ્ફળ નથી જતી સફળતા તેના કદમો ચુમે છે. ઉચ્ચ પદ પર સ્થાન જમાવવામાં સફળ રહે છે.

આ Video જુઓ: જાણો સીતાજી દ્વારા થયેલા રાજા દશરથના પિંડદાનની આ શાસ્ત્રોક્ત કથા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન