'હસ્તાક્ષર'ની લાક્ષણિક્તા 'ભાગ્યનું બંધારણ' કરે છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ‘હસ્તાક્ષર’ની લાક્ષણિક્તા ‘ભાગ્યનું બંધારણ’ કરે છે

‘હસ્તાક્ષર’ની લાક્ષણિક્તા ‘ભાગ્યનું બંધારણ’ કરે છે

 | 12:08 am IST

હસ્તાક્ષર સંદેશ

હસ્તાક્ષરની સમજ-ઘરેડ અને શૈલીથી જે લાક્ષણિક્તા સર્જન પામે છે એ ભાગ્યનું નિર્માણ એના બંધારણ પ્રમાણે કરવા માટે પ્લેટફોર્મ ઊભું કરે છે. હસ્તાક્ષરનો દેખાવ જ જો પસંદ ના આવે તો સમજવું એ હસ્તાક્ષર ગ્રાહ્ય નથી કે ફાવટ આપે એમ નથી. મૂળાક્ષરોને શાસ્ત્રીય પદ્ધતિએ લખવાથી અને નકારાત્મક્તાને હસ્તાક્ષરમાં ન લાવવાથી જે પરિણામો મળે એ હકારાત્મક જ ‘શુભ અને ભાગ્યવર્ધક’ હોય છે. હસ્તાક્ષર એ ગંભીર બાબત છે. એની સાથે છેડછાડ ના થાય કે ચેકચૂક પણ ના થાય. જે પ્રમાણે એક બુકમાં ચેકચાક ના ચાલે એમ સીગ્નેચરમાં પણ સુધારો કરીને ના લખી શકાય.

નકારાત્મકતા એ આપણે ઉમેરેલું જ તત્વ છે. એની ગંભીર સમસ્યાઓ સમજવી જરૂરી છે. આ શૃંખલામાં આગળ.

સ્પૃહાવર્ધક સીગ્નેચર હસ્તાક્ષર-

જ્યારે વિપરીત ગ્રહોનું મિલન કરતી સીગ્નેચર થાય છે ત્યારે પ્રીતિને બદલે અવજ્ઞા થાય છે. જે વ્યક્તિને પોતાના સાથીદાર કે ભાગીદાર (પાર્ટનર) સાથે વૈચારિક (પતિ-પત્ની) મતભેદો કરાવીને અંતે છૂટા પાડે છે. જેથી સંબંધમાં કાનૂની કે વૈચારિક-સામાજિક મતભેદ આવે છે અને છૂટા પડવાનું નિૃીત બની જાય છે.

ઉગ્રતાવાદી હસ્તાક્ષર

ઘણી ઉગ્ર સ્વભાવ ધરાવનારી વ્યક્તિઓ હસ્તાક્ષર કરતી વખતે પણ માનસિક ઉગ્રતા ઓછી કરી શક્તી નથી જેથી એનો પ્રતિભાવ હસ્તાક્ષરમાં અવશ્ય દેખાય છે. જે વિપરીત અક્ષરો આપી પરિણામોને નેગેટીવ બનાવી દે છે. જીવનભર સામી વ્યક્તિનો પ્રેમ સંપાદન થતો નથી અને એક જ છત્ર હેઠળ રહીને પણ દૂર રહેતાં હોવ એવું જીવન એકલવાયા જેવું બની જાય છે.

 ચિત્તવિભ્રમ હસ્તાક્ષર- 

મગજ ઉપરનો કાબૂ હટી ગયો હોય એવું દર્શાવતું થા તો મિજાજી ચિત્ર ઉપસાવતું હસ્તાક્ષર આલેખન અતિ ઘાતક અને આકસ્મિક નુકસાનકર્તા બને છે. ક્યારેક અણધારેલું કરાવે છે અને લાભ લેવા જતાં ખોટપૂર્ણ અનુભવ કરાવે છે. આવી સીગ્નેચર કરતાં પહેલાં વિચાર કરવો આવી સીગ્નેચર થાય જ નહીં.

હસ્તાક્ષર એ પરિપક્વતાથી કરવાનું આલેખન છે. લાભ મેળવવા માટે એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો પડે છે. હસ્તાક્ષરની લાક્ષણિક્તાથી જ ભાગ્યનું પરિમાણ વધારી શકાય.

  • પં. વ્રજકિશોર ધ્યાની

 અનુપ જ લોટા

ગઝલ-ભજન-સીંગર અનુપ જ લોટાની સીગ્નેચરનું મજબૂત પાસુ એમની સીગ્નેચરની ઊંચાઈ છે અક્ષરો લયબદ્ધ રીતે લખાયા છે અને એઓ જે તાલ-લય સાથે ગાય છે ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. ૨૯ જુલાઈ ૧૯૫૩ના રોજ જન્મેલા અનુપ જલોટા મંગળપ્રધાન વ્યક્તિત્વ ધરાવે છે અને સંસ્કારી પરિવારમાં જન્મેલા એમના પિતા પણ મહાન ગાયક સંગીતજ્ઞા હતા.

ધાર્મિક ભજનોના સમ્રાટ-ગાયક-ગલઝકાર અનુપ જલોટા પરદેશ અને વિશ્વમાં પ્રખ્યાત થશે. જીવનનો કેટલોક સમય પરદેશમાં રહેશે અને આર્થિક રીતે પણ અતિસ્થિર બનશે. સુરસમ્રાટ શુક્રપ્રધાન સ્વભાવ અને રસ ધરાવે છે. એમનું જીવન સંગીત-સાધના અને સંત અનુભવથી ભરપૂર રહેશે.

અક્ષરોમાં Loops ઘણી જગ્યાઓએ બનાવે છે જેથી સ્વાસ્થયમાં વાયુતત્ત્વ અને પિત્તપ્રકોપ રહ્યા કરે.

સંગીતકાર તરીકેની ફિલ્મી કારકિર્દી બનાવે તો બેનમૂન પ્રતિભા સાથે ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત કરી શકશે.

સંગીતનું બીજું નામ છે સુરસમ્રાટ અનુપ જલોટા.

  • શુભંભવતુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન