હસ્તાક્ષર ભાગ્યનિર્માતા છે  - Sandesh
1.6M
1M
1.7M
APPS

હસ્તાક્ષર ભાગ્યનિર્માતા છે 

 | 1:35 am IST
  • Share

હસ્તાક્ષર સંદેશ

કહેવાય છે કે નસીબમાં હોય એ ક્યાંયે જતું નથી. ભાગ્યમાં લખેલું ક્યારેય મિથ્યા થતું નથી. બિલકુલ સત્ય છે. ભાગ્યમાં સુખદ અને દુઃખદ ઘટનાઓ આવતી રહેતી હોય છે. ગ્રહોની ગતિમાં તમામ બાબત આવી જાય છે. આકાશગંગામાં વિહરતા ગ્રહોની અસર દરેક વ્યક્તિ ઉપર થતી હોય છે. કહીએ તો દરેક પ્રાણી ઉપર થાય છે. એટલે મનુષ્યને પણ ‘પ્રાણી’કહેવામાં આવે છે. મનુષ્ય પાસે વિચારવા માટે પ્રભુએ ‘મગજ’ સ્ૈહઙ્ઘ આપ્યું છે. મગજ વિચારવાનું કામ કરે છે સુંદર-શુભ વિચાર શુભ કર્મ કરવાનું સૂચવે છે અને ખોટા વિચારો અશુભ-અનિષ્ટ અને અઘટિત વિચારોનું સૂચન કરે છે. જેના કારણે શુભ અને અશુભ કર્મ કરાવે છે. મગજથી વિચાર અને સમજણ-શિક્ષણ પ્રાપ્ત થાય છે. કર્મ હસ્ત દ્વારા (હાથ દ્વારા) થાય છે. શિક્ષણ પ્રાપ્ત કરવા અક્ષરજ્ઞાન લેવું પડે છે. હસ્ત દ્વારા અક્ષરજ્ઞાનને સાર્થક કરવા ‘હસ્તાક્ષર’ (Signature) કરવાથી કર્મ દ્વારા ભાગ્યનિર્માણ કરી શકાય છે. હસ્તાક્ષર ભાગ્યનિર્માતા છે.

હસ્તાક્ષર દ્વારા શુભત્વ પ્રાપ્ત કરો કે અશુભત્વ પ્રાપ્ત કરો એ આપના ‘હસ્તાક્ષર’ કરવા ઉપર આધારિત છે. ગ્રહોનું નિરૂપણ ‘અક્ષરો’ દ્વારા સમજવામાં આવ્યું છે. A-સૂર્ય, B-ચંદ્ર, C-ગુરુ, D-રાહુ, E-બુધ, F-શુક્ર, G-નેપ્ચ્યૂન, H-શનિ, I-મંગળ. ABCDમાં આ ક્રમથી A to I, J to R, S to Zને લખો તો દરેક અક્ષરને ‘ગ્રહ’ મળે છે. આપનું નામ અને હસ્તાક્ષરમાં જે લખો એની ‘Value’ કાઢો તો એ ગ્રહની અસરમાં આપ આપનું ભાગ્ય બનાવો છો અને હસ્તાક્ષરમાં જે લખો છો એ ‘જીવનયાત્રા’માં ઉપયોગમાં લઈ શકો છો.

દા.ત. નામ છે. અમર શિવાનંદ શર્મા અને સહી A.S.sharma લખો છો તો ગણતરી આ રીતે થાય.

નામ પ્રમાણે AMAR. SHIVANAND.SHARMA

૧૪૧૯ + ૧૮૯૪૧૫૧૫૪ +૧૮૧૯૪૧= ૧૫+૩૮+૨૪= ૭+૭=૧+૪ =૫ બુધ.

હસ્તાક્ષર પ્રમાણેઃ A.S.sharma

૧ ૧ ૧૮૯૪૧=૧+૧+૨૪=૨૬=૮ શનિ

A.S.sharma લખવાથી શનિની અસર મળી.

 

Amar                    s             Sharma

૧૪૧૯ ૧ ૧૮૧૯૪૧

૧૫+૧+૨૪ =૪૦ = ૪ રાહુ વાર

  1. S. SHARMA લખવાથી શનિ ભાગ્ય બનાવે અને A. S. SHARMA લખવાથી રાહુ ભાગ્ય બનાવે. એનો અર્થ એ જ થાય કે જેવું આપણે લખીએ હસ્તાક્ષરમાં તેવું જ ભાગ્ય બનાવી શકીએ. ગ્રહોની કૃપાથી. હસ્તાક્ષરને સમજી-વિચારીને લખીએ અને બંધારણ પ્રમાણે તો સુંદર ભાગ્ય અવશ્ય બનાવી શકીએ.

નકારાત્મક પ્રકારે લખાયેલું પરિણામ પણ નકારાત્મક આપે છે અક્ષરોને વિચિત્ર રીતે તોડી-મરોડીને લખીએ તો નકારાત્મક્તાની ચરમસીમા સુધી લખાય અને પરિણામ ખતરનાક રીતે સહન કરવું પડે. એટલા માટે સૂક્ષ્મ રીતે નકારાત્મક હસ્તાક્ષરના પ્રકારો અને વિગત દ્વારા શુભ પ્રયાસ એ કરવામાં આવ્યો છે જેનાથી ‘ભાગ્યસંદેશ’ સૌની પાસે પહોંચે એમ છે.

ઘણાં લોકો સિગ્નેચરમાં પણ કાર્ટૂનિસ્ટ પ્રકારના અક્ષર લખતાં હોય છે. જેમ કે હસ્તાક્ષરની શરૂઆતનો અંક થોડો અલગથી, કાર્ટૂનની જેમ લખવાની આદત ઘણાં જાતકોને હોય છે, આ સારી વાત છે. આ પ્રકારે લખવાથી પ્રગતીનો માર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે. વસ્તુ એ જ છે કે તમે તમારા હસ્તાક્ષરને ગમે તે રીતે લખો પણ વહુ ગડબડવાળા ન હોવા જોઇએ.

આર્થિક તંગીથી છુટકારો મેળવવાનો ઉપાય  

જો તમે આર્થિક તંગીનો ભોગ બની ગયા હોવ, હાલની પરિસ્થિતિ એવી હોય કે તમને શું કરવું તે વિશે જાણ જ ન હોય, તમે ચારે તરફથી આર્થિક ભીડમાં ભીંસાઇ ગયા હોવ તો લાલ કિતાબનો એક ઉપાય તમને ખૂબ સહાયક નીવડી શકે છે. આર્થિક તંગી અનુભવતા જાતકોએ રોજ ત્રણ રોટલી અબોલ પ્રાણીને ખવડાવવી, સાથે સાથે રોજ રાત્રે સૂતા પહેલાં એક સ્ટીલના વાસણમાં જવ ભરીને તમે જે બેડ પર સૂવાના હોવ તે બેડની નીચે રાખી દો. યાદ રાખો કે જે તરફ માથું રાખીને સૂતા હોવ તે તરફ જ બેડની નીચે સ્ટીલના વાસણમાં જવ મૂકવા. સવારે ઊઠીને તે જવને પ્રાણી, પક્ષી કે માણસને આપી દેવા. રોજ આ રીતે બે ઉપાય અજમાવવાથી ધીરેધીરે તમે આર્થિક ભીંસમાંથી બહાર નીકળી જશો. આ ઉપાય લાંબો સમય અજમાવવાથી આગળ પણ આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે તેમજ લક્ષ્મીનું આગમન પણ થશે.

દિલીપ જોષી ઉર્ફે (જેઠાલાલ ગડા)    

ટીવી. સિરિયલોમાં સૌનો પ્રિય હાસ્ય કલાકાર અને સર્વપ્રિય અભિનેતા દિલીપ જોષીએ સેંકડો એપિસોડમાં જીવંત અભિપ્રાય પ્રાપ્ત રહે એવી સહજ-કોમેડી કરી છે અને બબીતા (ઐયરની વાઈફ)નો indirect-પ્રેમ સૌને પસંદ પડયો છે.

એક લાંબા એપિસોડનો (તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં) ૯૦% યશ જેઠાલાલ ગડા (દિલીપ જોષી)ને જાય છે. હાસ્ય કલાકાર તરીકે એમની નામના એક દંતકથા જેવી બની ગઈ છે. એમ કહી શકાય તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનો એ ‘પ્રાણ’ (Soul) છે.

‘ Sense of Humour ‘માં અને એમની શરીરની સ્થૂળતાને કારણે એ બહુ જામે છે. આવાં પ્રકારનાં કામ અન્ય સિરિયલ કે પિક્ચરોમાં કરી શકે.

કોઈક રાજકીય પક્ષ અને મોટા એવોર્ડથી સન્માનિત થવાના પૂર્ણ યોગ ધરાવે છે. આગળ જતાં કોઈક કોમિક સિરિયલનું પ્રોડયુસિંગ અને ડાયરેક્શનનું પણ મોટું સાહસ યા પોતાની કોમેડી સિરિયલ (કપિલ શર્મા જેવી) બનાવી શકશે જેનાથી ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરશે. હસ્તાક્ષર પોઝિટિવ પ્રકાર કરે છે. ૨૬મી મે, ૧૯૬૮માં પોરબંદરમાં જન્મેલા આ કલાકાર છેલ્લા ૨૦૦૮ની સાલથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માટે એક્ટિંગ પૂર્ણ સફળતાથી કરે છે.

– પં.વ્રજકિશોર ધ્યાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન