હસ્તાક્ષર કર્મોનો સાક્ષી છે અને ભાગ્યકારક બની શકે છે - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • હસ્તાક્ષર કર્મોનો સાક્ષી છે અને ભાગ્યકારક બની શકે છે

હસ્તાક્ષર કર્મોનો સાક્ષી છે અને ભાગ્યકારક બની શકે છે

 | 1:35 am IST

દરેક કર્મોનો હિસાબ વ્યક્તિત્વના સુખ અને દુઃખની મજા કે સજા આપી શકે છે. અનુચિત કર્મ કરનારને ચેતવણીરૂપ હસ્તાક્ષર દ્વારા પૂર્વ સંકેતો આપીએ તો એવું કરતા એ અટકી શકે છે. સંબંધોની પરિભાષા હસ્તાક્ષર નક્કી કરે છે. વધુ પડતાં- આત્મીય બનીને એકબીજાને વળગી પડતા હસ્તાક્ષરમાં અક્ષરો અતિપરિચય કરાવી સંબંધોને શંકાશીલ અથવા ભારરૂપ બનાવી અંતર ઊભું કરવામાં વાતાવરણ બનાવે છે. અક્ષરોનું છેદન કોઈક લીલાછમ વૃક્ષનું છેદન કરવા જેટલું જ ક્રૂર પરિણામ સર્જી શકે છે. ફૂટપાથ ઉપર ચાલનારને એક્સિડન્ટ કરાવી શકે છે. ઊંટ ઉપર બેઠેલાને કૂતરું કરડાવી શકે છે. આ ડરાવવા માટે નહીં, પરંતુ ગર્ભિત ચેતવણીરૂપ સંકટ સમયની સાંકળ (એલાર્મ) તરીકે જ ઉપયોગ કરવા માટે છે. હસ્તાક્ષરમાં એને તોડવાની-કાપવાની- છેદીને ખંડિત કરવાની તથા બેફામ રીતે લખવાની સજા ઘણાં ભોગવી રહ્યાં છે. હસ્તાક્ષર તો કર્મોનો જીવનભરનો સાક્ષી બની રહે છે અને દિશાસૂચક પણ.

હસ્તાક્ષરની નકારાત્મક્તા “રોગ-સંબંધ વિચ્છેદ-સજા-દુઃખ-જાકારો- અપમાન-ધિક્કાર-મારામારી-વાદવિવાદ- કાનૂનના દ્વાર અને માનસિક ત્રાસથી વ્યક્તિને મરણતોલ લાચાર અને બીજાની નજરમાં કોડીની કિંમત કરી આપે છે. આવા નકારાત્મક પ્રકારોને ઝીણવટથી દર્શાવવામાં આવ્યા છે.”

આપત્તિજનક હસ્તાક્ષર

જે હસ્તાક્ષરથી દુઃખ- શોક અને નુકસાન જ થાય એને સ્વપ્નમાં પણ જોવાય નહીં અને લખાય તો નહીં જ. નુકસાન સહન કરવા કોઈ કામ કરતું નથી કે વ્યાપાર આદાનપ્રદાન કરતું નથી. જે હસ્તાક્ષર જ આપત્તિજનક હોય એ શુભ પરિણામોથી જોજન દૂર હોય છે.

ગુનાહકારી હસ્તાક્ષર

જે હાથ હસ્તાક્ષર કરાવે છે એ હાથ ગુનો પણ કરાવે છે. ગુનો એ સજાનો હાથો બની જાય છે. મનનાં વિકારો હસ્તાક્ષરમાં એ રીતે આવી જાય છે જેમાં અક્ષરો મીક્ષ અપ થઈને એકબીજાને લુપ્ત કરી નાંખી ગુનાહિત કામો કરવા પ્રેરે છે. ક્યારેક અત્યાચાર-દુરાગ્રહ-વ્યભિચાર કરે કે આત્મઘાતી બનવા પ્રેરે છે. આવી સહી કરનાર લગભગ જેલવાસો લાંબા સમયનો ભોગવે છે અને સમાજ-પરિવાર-જ્ઞાાતિમાં અપમાનિત પોતે તો થાય જ પણ ઘરનાંને નીચું જોવડાવે છે.

કૃષ્ઠ હસ્તાક્ષર

કોઈ વ્યક્તિને રોગ થયો હોય અને શરીરમાં તેજ વજન કે કોઈ કસ- રસ ના દેખાય એવો લાગે તો સહેજે દયાભાવ ઉપજે છે. ઘણાં લોકો એવી “કૃષ્ઠ” સુકાયેલા સાંઠા જેવી સહી કરે છે કે એમાંથી ઊર્જાને પણ નીકળવા આધારની જરૂર પડે. પરિવર્તનહીન હસ્તક્ષર જ જો હોય તો પરિણામનું હનન થાય છે અને વ્યક્તિ દર્દનાશક દુઃખોથી પીડાય છે.

પ્લેબેક સિંગર “શ્રેયા ઘોષાલ” (Shreya ghoshal)

ધ નેશનલ અને છ ફિલ્મફેર એવોર્ડ્સ મેળવનાર શ્રેયા ઘોષાલની સિગ્નેચરનું પૃથ્થકરણ દર્શાવે છે કે એ તાલબદ્ધ અને સૂરમય ગાયકી અને “એક ઔર લતાદીદી” તરીકે ઓળખી શકીએ તો એ સૂરોની સામ્રાજ્ઞાી “શ્રેયા ઘોષાલ” છે.

જેમાં તરંગો દિલ અને અક્ષરોનાં વળાંક એક ભદ્ર વ્યક્તિ અને ગાયિકાની શાલીનતાના દર્શન કરાવે છે શ્રેયા ઘોષાલની સિગ્નેચરનાં અક્ષરો એક બીજાને સ્પર્શે જરૂર છે, પરંતુ સંગીતના સૂરો પણ તો કાનોને સ્પર્શે જ છે ને?   ઘણી ભાષાઓમાં પરદેશની ભાષા અંગ્રેજીમાં અને વિદ્યાર્થીઓનાં આલ્બમો દ્વારા એમની વાહવાહ થશે જ. સંગીતના કેટલાંયે ર્કીિતમાનો સ્થાપવાની ક્ષમતા ધરાવનાર શ્રેયાજી લતાજી પછીની “વંદનીય પ્રતિભા” બની રહેશે એની ખાત્રી આપી શકાય.

હસ્તાક્ષરમાં ‘S’ ને વધુ મરોડદાર બનાવે તો અનેકગણાં લાભો મેળવી શકશે.

– શુભંભવતુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન