Significance Of Meditation In Navratri, Meditation Makes The Mind Calm And Anger Controlled
  • Home
  • Astrology
  • નવરાત્રિમાં દરરોજ ગણતરીની મિનીટો જ આ કામ કરવાથી થાય છે ગુસ્સા પર કંટ્રોલ

નવરાત્રિમાં દરરોજ ગણતરીની મિનીટો જ આ કામ કરવાથી થાય છે ગુસ્સા પર કંટ્રોલ

 | 8:15 pm IST

હિંદુ ધર્મમાં નવરાત્રી (Navratri)ના પર્વનું અનેરૂ મહત્વ છે. નવરાત્રીના 9 દિવસોમાં દેવીની પૂજા અર્ચના (Pooja Archana) અને ઉપવાસની સાથો સાથ ધ્યાનનું અનેરૂ મહત્વ છે. નવરાત્રીમાં સિઝનલ બીમારીઓથી બચવા માટે રોજિંદા જીવનમાં થોડાં ઘણાં ફેરફાર કરવામાં આવે તો સ્વાસ્થ્યને પણ ઘણો લાભ થાય છે.

પંડિત મનીષ શર્મા (Pandit Manish Sharma)ના જણાવ્યાં પ્રમાણે, નવરાત્રિમાં ધ્યાન અને પૂજા-પાઠ કરવાથી ધર્મ લાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. નવરાત્રિમાં રોજ સવારે જલ્દી જાગ્યા પછી ધ્યાન અને મંત્ર જાપ કરવાથી નકારાત્મક વિચાર દૂર થાય છે. સકાતાત્મકતા વધે છે. સવારમાં કરેલાં ધ્યાનથી દિવસભરના કાર્યોમાં ઊર્જા અને ઉત્સાહ જળવાયેલો રહે છે. આળસ હાવી થતી નથી. કામ યોગ્ય રીતે કરી શકાય છે.

વનરાત્રીના સમયગાળા દરમિયાન દેવી પૂજા કરતી વખતે ‘દું દુર્ગાયૈ નમઃ’ મંત્રનો જાપ કરી શકાય. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાની મદદથી કરવો જોઇએ. પૂજા કરનાર ભક્તોએ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જાપ માટે કોઇ એવું સ્થાન પસંદ કરવું, જ્યાં શાંતિ અને પવિત્રતા હોય. એકાગ્ર મનથી કરેલાં જાપથી પોઝિટિવ ફળ મળે છે.

નવરાત્રીમાં ક્લેશ કરવો નહીં. ખરાબ કાર્યોથી બચવું. સવારે મોડે સૂધી ના સુવું. માતા-પિતાનો આદર કરવો. દિકરીઓ અને અન્ય મહિલાઓનું સન્માન કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન