Astrology lord shiva the divine powerful fascinating deity
  • Home
  • Astrology
  • પૂજા કરતી વખતે ક્યારેય ન કરશો આ ભૂલ, થશે મોટુ નુકસાન

પૂજા કરતી વખતે ક્યારેય ન કરશો આ ભૂલ, થશે મોટુ નુકસાન

 | 3:43 pm IST

આપણે ત્યાં દરેક દેવી દેવતાઓને પૂજા કરવા માટે અલગ અલગ નિયમો છે. કહેવાય છે કે બીજા દેવી દેવતાઓને પ્રસન્ન કરવા કરતા ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ખુબજ સરળ છે. શાસ્ત્રોમાં ભગવાન ભોલેનાથના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યુ છે. શાસ્ત્રોમાં મળતા વર્ણન અનુસાર ભોલેનાથ જેટલા જલ્દી ખુશ થાય છે એટલા જલ્દી નારાજ પણ થાય છે. તેમનો ક્રોધ એટલો ભયાનક હોય છે કે સંસારને બાળીને ખાખ કરી દે છે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યુ જ હતુ કે ભોલેનાથ જ્યારે પોતાનું ત્રીજુ નેત્ર ખોલે અને જટા ખુલ્લી મુકીને તાંડવ કરે ત્યારે સમગ્ર સૃષ્ટીનો નાશ થઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યુ છે જે ભૂલો કરવાથી ભોલેનાથ ખુબજ નારાજ થઈ જાય છે. આજે આપણે જાણીશુ ભગવાન ભોલેનાથને કઈ વસ્તુઓ અર્પણ કરવી ન જોઈએ. જો ભોલેનાથને મનાવવા હોય તો તેમની પૂજા કે ઉપાસના કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

નાળિયેર

કહેવાય છે કે ભગવાન શિવજીની પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરવો જોઈએ નહી અને શિવલિંગ પર ક્યારેય નાળિયેરના પાણીથી અભિષેક કરવો જોઈએ નહી. કેમકે નાળિયેર દેવી લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે, આજ કારણ છે કે શિવજીને ક્યારેય નાળિયેર ચડાવવું ન જોઈએ.

સિંદૂર

જ્યોતિષ વિદ્વાનો માને છે કે ક્યારેય ભૂલથી પણ શિવલિંગ પર સિંદૂર કે કુમકુમ ચડાવવું ન જોઈએ. ખરેખરતો કુમકુમને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવજી રહ્યા વૈરાગી આ માટે શિવજીને કુમકુમ ચડાવવું ન જોઈએ.

હળદર

કુમકુમ પણ હળદરની જેમજ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે આથી શિવલિંગ પર ક્યારેય હળદર લગાવવી ન જોઈએ.

શંખ

હંમેશા તમે જોયુ હશે કે તમામ પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવે છે, પણ શિવ પૂજનમાં ક્યારેય શંખનો ઉપયોગ કરવો નહી. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો જે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. શંખને તે જ અસુરનું પ્રતીક માનવામાં આવે છે. એટલે ભગવાનની પૂજામાં શંખનો પ્રયોગ કરવો જોઈએ નહી.

તુલસી

તુલસીના છોડ અને તુલસી દલનું પૂજામાં સનાતન ધર્મમાં ખુબજ મહત્વ રહેલુ છે. પૂજા સિવાય આયુર્વેદમાં પણ તુલસીજીનું ખાસ મહત્વ રહેલુ છે. ભગવાન શિવે તુલસીના અસુર પતિ જાલંધરનો વધ કર્યો હતો.

અક્ષત

ત્રિપુરારીને અક્ષત એટલેકે ચોખા ક્યારેય ચડાવવા ન જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર તૂટેલા ચોખા એટલેકે અપૂર્ણ અને અશુદ્ધ હોય છે. આ જ કારણે શિવ પૂજનમાં તેનો ઉપયોગ ક્યારેય કરવો જોઈએ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન