Sikandar Kher to make Hollywood debut with Dev Patel directed 'Monkey Man'
  • Home
  • Entertainment
  • Bollywood
  • હોલિવૂડના દેવ પટેલની ફિલ્મથી અનુપમ ખેરનો પુત્ર કરશે ડેબ્યૂ

હોલિવૂડના દેવ પટેલની ફિલ્મથી અનુપમ ખેરનો પુત્ર કરશે ડેબ્યૂ

 | 6:50 pm IST
  • Share

અભિનેતા સિકંદર ખેર એક્શન થ્રિલર ફિલ્મ ‘મંકી મેન’થી હોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. મંકી મેન અંગે વાત કરતા જણાવ્યું કે જો કાસ્ટિંગ ડિરેક્ટર સહર લતીફ ન હોત તો તે ક્યારેય આ ફિલ્મનો ભાગ બની શક્યા ન હોત. જોકે, લતીફ હવે આ દુનિયામાં નથી. લતીફનું આ વર્ષે જૂનમાં અચાનક કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. સિકંદરે લતીફને લઇને પોતાનો અનુભવ શેર કર્યો છે.

‘મંકી મેન’ દેવ પટેલ દ્વારા નિર્દેશિત આગામી અમેરિકન એક્શન થ્રિલર છે, જે આ ફિલ્મમાં પણ કામ કરશે. સિકંદરે કહ્યું કે કોઇ પણ મારા અંગે જાણી શકતા નહીં જો તે મારી સાથે ન હોત. તેમણે મારું કરિયર બનાવવામાં મોટી ભુમિકા નીભાવી છે. તેમણે મને દેવની સાથે મુલાકાત કરાવી અને આ રોલ માટે તેણે વિચાર કરવા માટે પ્રેરિત કર્યો. મારુ દરેક વસ્તુ એમનું જ છે. વધુમાં સિકંદરે કહ્યું કે, તેમની ઓફિસમાં ઓડિશન આપવા ગયા હતા ઓડિશન દરમિયાન તેમનો અનુભવ ખૂબ યાદગાર અને સરસ રહ્યો છે. તે બાદ લતીફ, દેવ પટેલ અને સિકંદર એક સાથે જમવા ગયા અને તે આશ્ચર્યજનક ક્ષણ હતી. જે હંમેશા યાદ રહેશે.

ઉલ્લેખનીય છે કે મંકી મેનમાં દેવ અને સિકંદર સિવાય સોભિતા ધુલિપલા, પિતોબશ ત્રિપાઠી અને શાર્લ્ટો કોપલે જેવા કલાકાર સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ હિન્દુઓના આરાધ્ય દેવતા હનુમાન પર આધારિત છે. જેમા હનુમાનને અડધા મંકી અને અડધા માનવના રૂપમાં રજૂ કરવામાં આવશે.

સિકંદરે તેમના પિતા અને અનુભવી અભિનેતા અનુપમ ખેરને સતત પ્રોત્સાહન અને પ્રેરણાનો સ્ત્રોત બનવા બદલ આભાર પણ માન્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો