sikh-families-admits-in-aiims-about-blast-in-afghanistan
  • Home
  • Nri
  • અફઘાનથી ભારત પરત ફરેલા 14 શીખ પરિવારની કાળજુ કંપાવનાર દાસ્તાન

અફઘાનથી ભારત પરત ફરેલા 14 શીખ પરિવારની કાળજુ કંપાવનાર દાસ્તાન

 | 2:00 pm IST

તે એક ભયાનક સપના જેવું હતું. મેં ત્યાં દરરોજ બોમ્બ બ્લાસ્ટ થતા જોયા છે, પરંતુ હું પણ તેમાંથી કોઈ એકનો શિકાર બની જશે તે મેં વિચાર્યું પણ નહોતું. આ વાત નરેન્દ્ર સિંહ ખાલસાએ કહ્યું, જે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં 1 જુલાઈએ થયેલા બોમ્બ વિસ્ફોટથી બચીને નીકળ્યા છે. તે દિવસે શિખ-હિન્દૂ કમ્યુનિટીનો કાફલો અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળવા જઈ રહ્યો છે, જેમને આતંકીઓએ શિકાર બનાવ્યા છે. વિસ્ફોટના કારણે 19 લોકોના જીવ ગયા હતા. વિસ્ફોટોમાં જીવ ગુમાવનાર અને ઘાયલ લોકોના 14 પરિવાર હવે સારવાર માટે દિલ્હી લાવવામાં આવ્યા છે.

એમ્સમાં સારવાર કરવા જઈ રહેલા નરેન્દ્રએ જણાવ્યું કે, હુમલામાં તેમને પોતાના પિતા અવતાર સિંહ ખાલસાને ગુમાવી દીધા છે, તે શિખ નેતા હતા. તેમને જણાવ્યું કે, હુમલા તે વખતે થયો જ્યારે તેમના પિતાનો ચાર ગાડીઓનો કાફલો રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળવા જઈ રહ્યા હતા. વિસ્ફોટવાળી ઘટનાને યાદ કરતા નરેન્દ્ર કહે છે કે, અચાનક એક બોમ્બ ફાટયો, મેં જોયું કે અમુક લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવી દીધો હતો. મારા જેવા ઘાયલ લોકો એક બીજાની મદદથી ગાડીઓમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા.

વિસ્ફોટમાં મનમીત સિંહ નામના શિખે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેની સાથે તેમના પિતા પણ માર્યા ગયા હતા. દિલ્હી આવેલી તેમની પત્ની તે દિવસને યાદ કરતા કહે છે કે, અમારા ઘરની બહાર અમુક લોકો ભાગતા આવ્યા અને બૂમો પાડવા લાગ્યા કે અમુક શિખ લોકોને આતંકીઓએ મારી નાખ્યા છે.

મનમીતની માતા તે ક્ષણને યાદ કરતા કહે છે કે, મારી પુત્રી ભાગતી મારી પાસે આવી અને કહ્યું મા અમે બન્ને વિધવા થઈ ગયા. મેં આ સાંભળીને તેમને એક થપ્પડ લગાવી અને કહ્યું કે કોઈની વાતો પર આવી રીતે વિશ્વાસ ન કરો. ત્યારબાદ હું વિસ્ફોટવાળી જગ્યા પર પહોંચી, પરંતુ પોલીસે મને ઘણે દૂરથી રોકી દીધી હતી. ત્યારબાદ મેં ફોન મારફતે મનમીત અને તેમના પિતાના મોતની જાણકારી આપી હતી.

આ હુમલામાં રાજૂ સિંહ નામના શખ્સે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેમને ચાર બાળકો છે. રાજૂની માતા રડીને જણાવે છે કે તેમના બે પુત્રોના મોત પહેલા જ થઈ ચૂક્યા હતા. હવે પરિવારના બાળકો અને 5 મહિલાઓનો ખર્ચ ચલાવવો તેમના માટે મુશ્કેલ છે. આ લોકો હાલ વિકાસપુરીમાં પોતાના સંબંધીઓને ત્યાં રહી રહ્યા છે.

ગુરુવારે ભારત આવ્યા પછી આ પરિવાર પોતાના સંબંધીઓની પાસે રહે છે, પરંતુ તે રોજ વેસ્ટ દિલ્હીના રઘુવીર નગરમાં હાલ કાબુલી ગુરુદ્વારા જરૂર જાય છે. ત્યાં તેમને જમવાની સાથે સાથે બાકીની પણ મદદ મળી રહી છે. ગુરુદ્વારાની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મનજીત સિંહ કહે છે કે, આ પરિવારોની હાલત ખૂબ ખરાબ છે. અમે દરેક સંભવ મદદ કરી રહ્યા છીએ.