Sikh group sings 'Shabd kirtan' on the great wall of china video goes viral on social media
  • Home
  • Featured
  • ચીનની દીવાલ પર શીખ સમૂહે ગાયું ‘શબ્દ કીર્તન’, સોશિયલ મીડીયા પર Video વાયરલ

ચીનની દીવાલ પર શીખ સમૂહે ગાયું ‘શબ્દ કીર્તન’, સોશિયલ મીડીયા પર Video વાયરલ

 | 10:22 am IST

સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે કે થોડાક દિવસ બાદ ગુરુનાનક દેવની 550મી જયંતી છે. આ પહેલા ચીનની પ્રખ્યાત દીવાલ (ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના) પર શીખ લોકો ‘શબ્દ કીર્તન’ કરતા જોવા મળ્યા. એક મહિલાએ આ સુંદર વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે.

ટ્વિટર પર આ વીડિયો શેર કરતા હરનિધ કૌરે લખ્યું કે આ વખત ગુરુપુરબ પર હું બીઝિંગમાં છું અને તેને અનુભવ કરવાનો એક સારી તક મળી. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના પર શબદ કીર્તન. તમે વીડિયોમાં જોઇ શકો છો કે હારમોનિયમ અને તબલાની સાથે શીખનો એક સમૂહ ચીનની દીવાલ પાસે બેસીને શબદ કીર્તન ગાઇ રહ્યું છે. આ સમૂહમાં ચાર પુરૂષોની સાથે એક મહિલા અને બે બાળકો પણ છે. આ વીડિયો અત્યાર સુધી ઘણા લોકો જોઇ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન