sikh man denied entry in bar for wearing turban At Newyork
  • Home
  • NRI
  • શીખ યુવકનો આરોપ! પાઘડી પહેરવાના કારણે ન્યૂયોર્કનાં બારમાં ન મળ્યો પ્રવેશ

શીખ યુવકનો આરોપ! પાઘડી પહેરવાના કારણે ન્યૂયોર્કનાં બારમાં ન મળ્યો પ્રવેશ

 | 6:06 pm IST

એક તરફ કેસરી ફિલ્મને લોકો ચોતરફ વખાણી રહ્યા છે. તો બીજી તરફ પાઘડીને લઈને વિવાદ પણ જોવા મળી રહ્યો છે. તો આવો જ એક કિસ્સો સાંભળીએ અમેરિકાના શીખ યુવકનો. અમેરિકામાં એક શીખ યુવકે આરોપ લગાવ્યો છે કે ન્યુયોર્કના લોન્ગ આઈલેન્ડમા આવેલા બારમાં માથા પર પાઘડી હોવાનાં કારણે પ્રવેશ આપવાની ના પાડી દીધી. ગુરવિંદર ગ્રેવાલ હાલમાં સ્ટોની બુક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યાં છે અને તેઓને ઈચ્છા થઈ એટલે તે પોતાના મિત્રોને 11 મેના રોજ હાર્બર ગ્રિલ બારમાં મળવા ગયા. પંરતુ તે બારના મેનેજરે પ્રવેશ જ ન આપ્યો.

બારના મેનેજરનું કહેવું છે કે માથું ઢાંકીને બારમાં જવાની બધાને મનાઈ જ છે. તો વળી ગુરવિંદરનું કહેવું છે કે, આ ઘટના પછી હું આહત છું અને ખૂબ પરેશાન છું. અને સૌથી મોટી વાત કે મારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. ગુરવિંદરનું કહેવું છે કે, આવી ઘટનાનો સામનો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યો કે જ્યાં માત્ર પાઘડી પહેરવાના કારણે કોઈ સંસ્થામાં પ્રવેશ ન આપ્યો હોય.

આ મામલે ગુરવિંદરે મેનેજરને વધુમાં કહ્યું કે, આ પાઘડી છે અને શીખ ઘર્મમાં પાઘડી પહેરવી એ પુરૂષો માટે અનિવાર્ય છે. પરંતુ આટલું કહેવા છતાં એ મેનેજર વાત માનવા જ તૈયાર ન થયાં. તો મેનેજરનું કહેવું છે કે શુક્રવારે અને શનિવારે રાતે 10 વાગ્યા પછી ડ્રેસ કોડ લાગુ થઈ જાય છે જેને લઈને માથું ઢાંકીને વિકેન્ડમાં બારમાં પ્રવેશ કરવાની મનાઈ છે. કોઈ પણ પ્રકારે અમારા તરફથી તમને પરેશાની થઈ હોય તો અમે માફી માંગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન