Sikkim Airport Ready For Inauguration: Pakyong Airport Stuns
  • Home
  • Photo Gallery
  • Photos: એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે ભારતનું આ એરપોર્ટ, મોદી કરશે ઉદ્ગાટન

Photos: એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે ભારતનું આ એરપોર્ટ, મોદી કરશે ઉદ્ગાટન

 | 3:09 pm IST

પર્વતોની વચ્ચે એરપોર્ટ પરથી ઉડતા સિક્કિમની સુંદર વાદીઓના ખોળામાં પહોંચવા માટે હવે બહુ રાહ જોવી પડશે નહીં. સિક્કિમને તેનું પહેલું એરપોર્ટ મળવાનું છે. સિક્કિમની રાજધાની ગેંગટોકથી 30 કિલોમીટરના અંતરે આવેલા પાક્યોંગમાં બનેલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થઇ ચૂકયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી સપ્ટેમ્બરના રોજ તેનું ઉદ્ઘાટન કરશે.

આ એરપોર્ટ 206 એકર જગ્યા પથરાયેલ છે. તેને બનાવામાં 605.59 કરોડ રૂપિયાના ખર્ચે એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો તૈયાર થયો છે. તેમાં જિયોટેકનિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરાયો છે. અહીંની માટીમાં એરપોર્ટની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરાયા છે. સાથો સાથ સ્લોપ સ્ટેબલાઇઝેશન ટેકનોલોજીનો પણ ફીટ કરાઇ છે.

આ પણ જુઓ: Photos: કપડા નહીં, ફૂલોથી કિમ કર્દાશિયને ઢાંક્યું શરીર, હૉટ તસવીરો પરથી નહી હટે નજર

રાજધાનીથી નજીર હોવાથી પર્યટકો અને સ્થાનિક પેસેન્જર માટે પણ આ સફરથી ઓછામાં ઓછા 4-5 કલાક બચી જશે. આ સિવાય સૌથી નજીક એરપોર્ટ પાડોશી રાજ્ય પશ્ચિમ બંગાળના બાગડોગરામાં આવેલ છે. સારી વાત એ છે કે દુર્ગાપૂજાની સાથે શરૂ થનાર વેકેશનની સીઝનથી પહેલી સ્પાઇસજેટ પાક્યોંગથી કોલકત્તા અને ગુવાહાટીની વચ્ચે ઉડાન ઑક્ટોબરથી શરૂ કરી દેશે.

આ પણ જુઓ: Photos: સલમાન ખાનના ફેમિલી સાથે અરબાઝની ‘ગર્લફ્રેન્ડ’ જ્યોર્જિયા ક્લિક થઇ લંચ ડેટ પર

એક અધિકારીએ કહ્યું કે સ્પાઇસજેટની રીઝનલ કનેક્ટિવિટી વધારવા માટે ‘ઉડે દેશ કા હર નાગરિક’ (ઉડાન) યોજના અંતર્ગત ઑપરેશનની મંજૂરી મળી છે. આથી ભાડું 2600 રૂપિયા છે. સ્પાઇસજેટે આ વર્ષે 10મી માર્ચના રોજ કોલકત્તાથી પાક્યોંગની વચ્ચે બોમ્બાર્ડિયર Q400 વિમાનનું સફળ ટેસ્ટ ફ્લાઇટ કર્યું હતું. ત્યારબાદ કંપનીને સિક્યોરિટી ક્લિયરન્સ મળી ગયા હતા.

આ પણ જુઓ: મુકેશ અંબાણી દીકરી ઇશા સાથે એન્ટિલિયામાં ખાઇ રહ્યાં છે પાણીપુરી, તસવીરો વાયરલ

કહેવાય છે કે સમયની સાથે પાક્યોંગને ભૂતાન, નેપાળ અને થાઇલેન્ડ જેવા દેશો સાથે જોડી શકાય છે. જ્યાં રાજ્યના લોકો વેકેશન માણવા જાય છે.