સિલિકોનમાંથી બને છે અનેક એન્ટીક વસ્તુઓ, જાણો તમે પણ - Sandesh
  • Home
  • Lifestyle
  • સિલિકોનમાંથી બને છે અનેક એન્ટીક વસ્તુઓ, જાણો તમે પણ

સિલિકોનમાંથી બને છે અનેક એન્ટીક વસ્તુઓ, જાણો તમે પણ

 | 4:45 pm IST

સિલિકોનને એક વાઇબ્રન્ટ અને વર્સેટાઇલ મટીરિયલ ગણવામાં આવ્યુ છે જેનું પહેલું કારણ તો એ છે કે એમાંથી કંઈ પણ બની શકે છે અને બીજું એ કે એમાંથી બનાવેલી ચીજ હાથમાં હોય તો એ હાઇલાઇટ થયા વિના નથી રહેતી. સિલિકોન દરેક રંગમાં મળી શકે છે અને એમાંથી જુદી-જુદી પેટર્ન બનાવવી પણ શક્ય છે. સિલિકોન એસેસરીઝમાં સૌથી પહેલાં ઘડિયાળો બની હતી અને ત્યારબાદ જ્વેલરી, પર્સ, મોબાઇલ અને ગેજેટ્સની પેનલ બનવા લાગી. મોબાઇલની પેનલમાં બેથી ત્રણ કલરનાં કોમ્બિનેશનવાળા કાટૂર્નનાં મોટિફવાળા ઓપ્શન પણ છે.

સિલિકોનમાં સૌથી વધુ વેરાઇટી મની-પર્સ અને કોઇન-પાઉચમાં છે જેમાં જૂના પર્સની ડિઝાઇનથી લઇને મોડર્ન સ્ટાઇલની હેન્ડબેગ સુધીની ડિઝાઇનો મળી રહે છે. રંગોમાં પણ લેટેસ્ટ નિયોન શેડ્સના ઓપ્શન હોવાથી એ વાઇબ્રન્ટ દેખાય છે. પેન્ટ્સ સાથે પહેરવા માટે સિલિકોનના બેલ્ટ્સ પણ ટ્રેન્ડમાં છે.

સિલિકોન બિનઝેરી મટીરિયલ હોવાને લીધે એમાંથી બ્રેસલેટ, રિસ્ટ બેન્ડ, નેકલેસ તેમજ ઇયર-રિંગ્સ જેવી એસેસરીઝ પણ બની રહી છે. આ ઉપરાંત સિલિકોન એક એવું મટીરિયલ છે જેને પાણી, તેલ, સૂર્યનો તડકો જેવી બાબતોની કોઈ અસર નથી થતી તેમ જ એનો રંગ પણ ઝાંખો નથી પડતો. સિલિકોનને ધોઈ શકાય છે, એ વજનમાં ખૂબ હલકું હોય છે તેમ જ એમાંથી કોઇ પ્રકારની ગંધ નથી આવતી. સિલિકોન એક ટકાઉ મટીરિયલ પણ છે જેમાંથી બનેલી એસેસરીઝમાં જ્યાં સુધી કોઈ કટ ન થાય ત્યાં સુધી એ ટકે છે. કટ થાય એટલે ત્યાંથી એ ચિરાઈ જાય છે. હવે તો કેટલીક લક્ઝરી બ્રેન્ડે પણ સિલિકોનની ચીજો બનાવવાનું શરૂ કરી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન