મૂંગી- બહેરી આરોપીએ કાર્ડ તફડાવી રૂ.૪૦,૨૦૫ ખર્ચ્યા - Sandesh
  • Home
  • Mumbai
  • મૂંગી- બહેરી આરોપીએ કાર્ડ તફડાવી રૂ.૪૦,૨૦૫ ખર્ચ્યા

મૂંગી- બહેરી આરોપીએ કાર્ડ તફડાવી રૂ.૪૦,૨૦૫ ખર્ચ્યા

 | 12:21 am IST

। મુંબઈ ।

સાયન હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીક કામ કરતાં સિંધુ માનેના પર્સમાંથી કાર્ડ ચોરી તેના પર ખર્ચો કરવાના આરોપસર કુર્લા જીઆરપીએ ૨૭ વર્ષની મૂંગી- બહેરી નમ્રતા થોરાતની ધરપકડ કરી છે.

ભાંડુપમાં રહેતા સિંધુ માને ૯ જાન્યુઆરીએ નોકરી પરથી છૂટી ઘર જઈ રહ્યા હતા ત્યારે કુર્લાથી ભાંડુપ જતી વખતે ટ્રેનમા મુસાફર કરી ત્યારે આરોપી નમ્રતાએ તેમના પર્સમાંથી તેમનુ એટીએમ કાર્ડ ચોરી લીધું હતું. એ સાથે સિંધુ માનેએ એે કાર્ડનો પીન નંબર લખેલો કાગળ પણ તેના હાથમાં આવી ગયો હતો. ૧૦ જાન્યુઆરીએ સિંધુ માનેને સવારે મેસેજીસ આવ્યા હતા તે કે તેમના ખાતામાંથી બે વાર રૂ.૧૦,૦૦૦ અને એક વાર ૫૦૦૦ કાઢી લેવાયા છે. તપાસ કરતા તેમનું કાર્ડ ચોરાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એ હજી આ બાબતે તપાસ કરે એ પહેલા તો તેના કાર્ડ પર ખરીદી થતી હોવાના મેસેજીસ આવ્યા હતા. કોઇએ કાર્ડ સ્વેપ કરી સોનાની વીંટી લીધી હતી અને રેસ્ટોરાંમાં જમીને ત્યાં પણ કાર્ડ સ્વાઇપ કરાયું હતું. એથી એ તરત જ બેન્ક સ્ટેટમેન્ટ લઇને કુર્લા જીઆરપીમાં પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. તેમના કાર્ડ પરથી કુલ રૂપિયા ૪૦૨૦૫ની રકમ વપરાઈ હતી.

કુર્લા જીઆરપીએ એ રૂપિયા કયાંથી કઢાવાયા હતા એની માહિતી મેળવતા મુલુંડ સ્ટેશન પાસેના બે એટીએમમાંથી રૂપિયા કઢાવ્યા હોવાની જાણ થઇ હતી. એથી એ એટીએમના સીસીટીવી ફૂટેજીસ મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;