NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • સિલ્વર સ્ક્રીન પર હવે ફરી ક્યારેય જોવા નહીં મળે ટર્મિનેટર 

સિલ્વર સ્ક્રીન પર હવે ફરી ક્યારેય જોવા નહીં મળે ટર્મિનેટર 

 | 2:06 am IST

આર્નોલ્ડ શ્વાર્ઝનેગર અને ટર્મિનેટર ફ્રેન્ચાઇઝીના ફેન્સ માટે એક ઝટકો આપે એવા સમાચાર છે. આ સુપરહિટ ફ્રેન્ચાઇઝીના મેકર્સે હંમેશ માટે ટર્મિનેટરને ટર્મિનેટ કરી નાખ્યો છે. હોલિવૂડના મેચો મેન તરીકે ઓળખાતા આર્નોલ્ડની અભિનય કારકિર્દીમાંની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ટર્મિનેટર સિરીઝ માનવામાં આવે છે. આ સિરીઝની આગામી ફિલ્મ અગાઉ બનવાના અહેવાલ હતા, પરંતુ હવે મેકર્સે આ બાબતે નનૈયો ભણ્યો છે. આર્નોલ્ડની ઉંમર હવે ૭૦ વર્ષની થઈ ગઈ છે અને તે હવે ફિલ્મને ન્યાય નહીં આપી શકે એવો અંદાજ ફિલ્મ મેકરોનો હોવાથી ટર્મિનેટરની સિરીઝને હંમેશ માટે ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટર્મિનેટરને હંમેશ માટે ગુડબાય કહેવું જ શ્રેષ્ઠ રહેશે. આ પ્રોડક્શન હાઉસે ટર્મિનેટરની ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા કલાકારો સાથે લાંબા સમય સુધીના કરાર કર્યા હતા. ટર્મિનેટર સિરીઝની છેલ્લી ફિલ્મ ટર્મિનેટર જિનિસીસ વર્ષ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. વર્ષ ૧૯૮૪માં પહેલી ફિલ્મ ધ ટર્મિનેટરથી આ સિરીઝની શરૂઆત થઈ હતી.