પ્રભાસ સાથે સિલ્વર સ્ક્રીન શેર કરશે પૂજા હેગડે  - Sandesh
  • Home
  • Entertainment
  • પ્રભાસ સાથે સિલ્વર સ્ક્રીન શેર કરશે પૂજા હેગડે 

પ્રભાસ સાથે સિલ્વર સ્ક્રીન શેર કરશે પૂજા હેગડે 

 | 3:30 am IST

ફિલ્મ સાહોની શૂટિંગમાં વ્યસ્ત બાહુબલી ફેમ અભિનેતા પ્રભાસ પોતાની આગામી ફિલ્મમાં અભિનેત્રી પૂજા હેગડે સાથે પહેલી વાર સિલ્વર સ્ક્રીનસ્પેસ શેર કરવાનો છે. ફિલ્મમાં પ્રભાસ એક અલગ જ અંદાજમાં જોવા મળશે. ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મનાં દિગ્દર્શનની જવાબદારી રાધાકૃષ્ણ કુમારને સોંપવામાં આવી છે. પૂજા માટે આ ગોલ્ડન તક છે. પૂજા છેલ્લે રિતિક અભિનીત હિન્દી ફિલ્મ મોહેન્જો દરોમાં જોવા મળી હતી. દિગ્દર્શક સુજિત રેડીની ફિલ્મ સાહોમાં પ્રભાસ પહેલી વાર અભિનેત્રી શ્રદ્ધા કપૂર સાથે સિલ્વર સ્ક્રીન પર આવતા વર્ષે જોવા મળવાનો છે.