- Home
- Entertainment
- Bollywood
- ટ્વીટ કરી અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, મને એવી દવાઓ આપવામાં આવતી કે હું આખો દિવસ…

ટ્વીટ કરી અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, મને એવી દવાઓ આપવામાં આવતી કે હું આખો દિવસ…

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનબાદ પ્રશંસકો ખુબજ શોકમાં ડૂબી ગયા છે. આ કેસમાં એક બાદ એક એવા સમાચાર આવી રહ્યા છે જે ખુબજ શોકીંગ છે. સુશાંતના ચાહકો અને તેના નજીકના લોકો સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રશંસકો હવે અભિનેત્રી રિયા ચક્રવર્તીની પાછળ પડી ગયા છે. સુશાંતના પ્રશંસકો રિયાની જૂની પોસ્ટ કાઢીને તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. અભિનેત્રી સિમી ગ્રેવાલે આવી જ એક પોસ્ટ પર તેની પ્રતિક્રિયા આપી છે.
I remember long back I was given a medication – it got me so dark & depressed that I would cry all the time. Chemicals create an imbalance – they can cure – but they can also harm and change your state of mind.. https://t.co/Own17eDx6D
— Simi Garewal (@Simi_Garewal) July 29, 2020
સોશિયલ મીડિયા પર સુશાંતના એક પ્રશંસકે રિયા ચક્રવર્તીની જૂની પોસ્ટ શેર કરી હતી જે ખુબજ ચર્ચામાં આવી હતી રિયાએ માર્ચમાં આ પોસ્ટ કરી હતી. તેને શેર કરતાં ફેને કહ્યું હતું કે રિયા ચક્રવર્તીના પિતા ડોક્ટર છે. આ ટ્વીટ પર સિમી ગ્રેવાલે પ્રતિક્રિયા આપી છે. સિમી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે વર્તમાન સમસ્યાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. હવે સિમીએ તાજેતરમાં કરવામાં આવેલ આ ટ્વિટ ખૂબ પ્રતિક્રિયા આપી છે જે ખુબજ વાયરલ થઈ રહી છે.
સિમિએ સુશાંતના પ્રશંસકના ટ્વિટને રીટ્વીટ કરતા લખ્યું, ‘મને ખૂબ સારી રીતે યાદ છે કે મને ઘણી દવાઓ પહેલાં આપવામાં આવી હતી, જે મને અંધકારમાં ખેંચીને લઈ ગઈ હતી. હુ દવા લીધા પછી રડ્યા જ કરતી મારા ઇમોશન પર મારો કોઇ કંટ્રોલ જ નહતો. આવી દવાઓ તમને નુકસાન પહોંચાડી શકે છે અને તમારી માનસિક સ્થિતિને પણ બદલી શકે છે.
તાજેતરમાં જ સુશાંત સિંહ રાજપૂતના જીમ ટ્રેનરે ખુલાસો કરીને કહ્યું છે કે ડિસેમ્બર 2019માં સુશાંત કેટલીક દવાઓ લઈ રહ્યો હતો જે તેણે પહેલાં ક્યારેય લીધી ન હતી. સુશાંત આ દવાઓ ખાધા પછી પરેશાન થતો હતો. ટ્રેનરે કહ્યું કે આ દવાઓ સુશાંતના શરીરને પણ નુકસાન પહોંચાડી રહી હતી. તે આ દવા ખાધા પછી અસ્વસ્થ રહેતો હતો.
સિમીએ પોતાની આપવીતી જણાવી એ તરફ ઇશારો કર્યો છે કે બની શકે સુશાંત પર આવી દવાઓએ ખરાબ અસર કરી હોય અને આ કારણે જ તેણે આ પગલુ ભર્યુ હોય.
આ વીડિયો જુઓ: જૂનાગઢમાં તલના બિયારણમાં ભેળસેળ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન