Simmba First Song Aankh Marey Release
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સિંબા’ બનેલ રણવીર સિંહે હવે સારા અલી ખાનને ‘મારી આંખ’, રીલીઝ થયું પહેલું ગીત

‘સિંબા’ બનેલ રણવીર સિંહે હવે સારા અલી ખાનને ‘મારી આંખ’, રીલીઝ થયું પહેલું ગીત

 | 2:23 pm IST

ડાયરેકટર રોહિત શેટ્ટીની આવનારી ફિલ્મ ‘સિંબા’નું પહેલું ગીત રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં એક વખત ફરીથી જૂના ગીતોને રીમેક કરવાની પ્રથાને ચાલુ રાખી છે અને ફિલ્મ ‘તેરે મેરે સપને’નું ગીત ‘આંખ મારે’નું રીમિક્સ કરાયું છે. ગીતમાં સિંબા બનેલ રણવીર અને સારા અલી ખાન બોલિવુડ અંદાજમાં ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે. રોહિત શેટ્ટીની ખાસિયત એ છે કે તેમની ફિલ્મમાં એક એવી ગાડીઓની સાથે ફિલ્માવામાં આવેલ ગીત ચોક્કસ હોય છે અને આ કંઇક એવા જ અંદાજમાં આવી રહ્યું છે. આ ગીતમાં રણવીર અને સારાની વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ મજેદાર લાગી રહી છે.

ફિલ્મ ‘તેરે મેરે સપને’માં આ ગીતના ગાયક કુમાર સાનુ અને કવિતા કૃષ્ણામૂર્તિએ પણ પોતાનો અવાજ આપ્યો હતો. પરંતુ નવા ગીતમાં હવે આ ગીત મીકા સિંહ અને નેહા કક્કડ ગીત ગાતા સંભળાઇ રહ્યા ચે. ગીતમાં સૌથી મોટી સરપ્રાઇઝ છે ફિલ્મ ‘ગોલમાલ’ની ટીમ દેખાય રહી છે. ગીતના અંતમાં રોહિત શેટ્ટીની સુપરહિટ ફિલ્મ સીરીઝ ગોલમાલના એક્ટર્સ અરશદ વારસી, કુણાલ ખેમુ, શ્રેયસ તલપડે અને તુષાર કપૂર પણ દેખાઇ રહ્યા છે. મે પણ જુઓ આ મજેદાર ગીત.

દિલચસ્પ વાત એ છે કે ફિલ્મ તેરેમેરસપનેમાં પણ એકટર અરશદ વારસી દેખાયા હતા. આ ફિલ્મ ભલે બહુ હિટ સાબિત ના થઇ પરંતુ આ ગીત તે સમયે ખૂબ હિટ ગયું હતું. સિંબાની વાત કરીએ તો રણવીર સિંહ અને રોહિત શેટ્ટી પહેલી વખત આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. તેમા કોઇ શંકા નથી કે રોહિત શેટ્ટી મસાલા ફિલ્મોના કિંગ છે. દર્શક તેમની ફિલ્મોની રાહ જુએ છે. રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ ગોલમાલ અગેન પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તો રણવીર સિંહની છેલ્લી ફિલ્મ પદ્માવત હતી. જેમાં અલ્લાઉદ્દીન ખિલજીનું પાત્ર નિભાવતા રણવીર સિંહ ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો. તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.