સિમ્પલ બેન્ચ ડાઇનિંગ ટેબલ   - Sandesh

સિમ્પલ બેન્ચ ડાઇનિંગ ટેબલ  

 | 2:42 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

જેમજેમ સમય પસાર થતો જાય તેમતેમ ડેકોરેશનમાં અને ફર્નિચરમાં નવીનતા આવી રહી છે. હવેનો સમય એવો છે કે ઓછી જગ્યામાં તમે કેટલી સગવડ ઊભી કરી શકો તેવું ફર્નિચર કરાવવાનું જ લોકો પસંદ કરતાં હોય છે. આજના સમયમાં ઘરની જગ્યા નાની થતી જાય છે અને ઘરમાં રહેતા લોકોની સંખ્યા મોટી થતી જાય છે, એવા સમયે નાની જગ્યામાં ઘરના સદસ્યોને તમામ રીતે ઉપયોગમાં આવી શકે તેવું ફર્નિચર કરાવવાનો દોર હાલ શરૂ થઇ ગયો છે. આજે આપણે એવા જ ડાઇનિંગ ટેબલની વાત કરવાની છે જે તમારા ઘરમાં ઓછી જગ્યા રોકીને સારી સગવડ પૂરી પાડવા સમર્થ છે. જો ઘરમાં પાંચ કે છ સભ્યો હોય તો છ ખુરશીવાળું ડાઇનિંગ ટેબલ લાવો તો તે ઘરની ખાસ્સી એવી જગ્યાને કવર કરી લેશે. પરિણામે કિચનની સ્પેસ અથવા તો ડાઇનિંગ એરિયાની સ્પેસ સાવ નાની બની જતી હોય છે. આ ટેબલ ઉપયોગી તો ઘણું જ થાય, પણ સાથેસાથે વધારે પડતી જગ્યા રોકતું હોવાથી તે જમવા સિવાયના સમયમાં આપણને નડતું રહેતું હોય છે. ઘરમાંથી કચરો કાઢવો હોય, તેની આજુબાજુમાંથી પસાર થવું હોય ત્યારે વધારે જગ્યા રોકતું ડાઇનિંગ ટેબલ તકલીફનું કારણ બની જાય છે. એવા સમયે તમારે છ ખુરશી લાવવાને બદલે બેન્ચવાળું ડાઇનિંગ ટેબલ વસાવી લેવું જોઇએ. હાલ બેન્ચવાળા ડાઇનિંગ ટેબલની ફેશન ખૂબ ચાલી રહી છે. તેમાં ચાર ખુરશી આવશે, અને એક તરફ ખુરશીની જગ્યાએ બેન્ચ આવી જતી હોય છે. આ બેન્ચને તમે જમવાનું ન હોય તે સમયે સરળતાથી ટેબલની નીચેની તરફ સરકાવી દઇ શકો છો. આ કારણે ઘરના ડાઇનિંગ રૂમની જગ્યા પણ નથી વપરાતી અને દેખાવે પણ આવાં ટેબલ સુંદર લાગતાં હોય છે. તમે ઇચ્છો તો માત્ર બે તરફ ખુરશી લઇને બંને તરફ બેન્ચ પણ મુકાવડાવી શકો છો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન