simple recipe of Khajoor Ladoo and benefits of Khajoor
  • Home
  • Food & Lifestyle
  • શિયાળામાં રોજ ખાઓ આ ટેસ્ટી લાડુ, આર્યનની ખામી થશે છૂમંતર

શિયાળામાં રોજ ખાઓ આ ટેસ્ટી લાડુ, આર્યનની ખામી થશે છૂમંતર

 | 2:19 pm IST
  • Share

  • શિયાળામાં ખજૂર ખાવાના છે અનેક ફાયદા

  • આયર્ન વધારવાની સાથે થાય છે અન્ય લાભ

  • યોગ્ય સાચવણીથી રાખી શકશો લાંબા સમય સુધી

 


ખજૂર લાડુ

સામગ્રી

-1 કિગ્રા સીડલેસ ખજૂર
-2 ટેબલ સ્પૂન ઘી
-8 ટેબલ સ્પૂન બદામની કતરણ
-8 ટેબલ સ્પૂન કાજુની કતરણ
-8 ટેબલ સ્પૂન રવો
-8 ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ
-2 ચપટી લીલી એલચી પાઉડર
-6 ટેબલ સ્પૂન બૂરું ખાંડ
-1 કપ નારિયેળનું છીણ

 

બનાવવાની રીત

 

સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં બદામ, કાજુ, પિસ્તા અને રવાને 10 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. ત્યાર બાદ તેમાં ખજૂર નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં લીલી એલચી પાઉડર, બૂરું ખાંડ અને નારિયેળનું છીણ નાંખી સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. મિશ્રણ સહેજ ઠંડું થાય એટલે તેના નાના-નાના લાડુ બનાવીને ફરી એકવાર નારિયેળના છીણમાં ફેરવીને પછી સર્વ કરો. આ લાડુ તમે 15-20 દિવસ સુધી સાચવીને રાખી શકો છો.

 

ખજૂર ખાવાથી થાય છે આ ફાયદા

– આયર્નની ખામી થશે દૂર.
– કબજિયાતની સમસ્યામાં મળે છે રાહત.
– ગર્ભવતી મહિલાઓને કરે છે ફાયદો.
– તેનું વિટામિન એ આંખની સમસ્યામાં આપે છે રાહત.
– કેલ્શિયમનો પણ છે સૌથી સારો સોર્સ.
– દૂધ સાથે લેવાથી થાક દૂર થાય છે.
ખજૂરને સાચવવાની રીત

તાજા ખજૂરને ફ્રિઝમાં એરટાઈટ ડબ્બામાં 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે.
સૂકા ખજૂરને એક વર્ષ સુધી એરટાઈટ ડબ્બા, બેગ કે કંટેનરમાં સ્ટોર કરી શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો