Vastu Tips for Financial Stability, Better Health and Prosperity
  • Home
  • Astrology
  • કરીલો આ સચોટ વાસ્તુના ઉપાય, ક્યારેય પૈસાની તંગી નહી આવે

કરીલો આ સચોટ વાસ્તુના ઉપાય, ક્યારેય પૈસાની તંગી નહી આવે

 | 3:06 pm IST

આજના જીવનમાં ધન જીવનનો આધાર બની ગયો છે. પૈસા વગર કોઈ કાર્ય થઈ જ ન શકે. આર્થિક રીતે સધ્ધર ન હો તો કેટલીયે તકલીફો અને વિડંબણાઓ તમને ઘેરી લે છે. જીવન રૂપી રથનું પૈડું થંભી જાય છે. એવો કપરો સમય આવી જાય કે તેને પસાર કરવો મુશ્કેલ થઈ જાય છે. કેટલાક લોકોને ધન પ્રાપ્તિ માટે અથાગ મહેનત કરે છે તો પણ ચાર છેડાઓ ભેગા થતા નથી. તો કેટલાક લોકોને કાયમી આર્થિક તંગીનો સામનો કરવાનો રહે છે.

આ પણ વાંચો: સાવધાન પંચક દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ નહીં તો…

આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેનાથી તમે સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકશો. પ્રત્યેક સોમવાર અથવા શુક્રવારે નદીમાં એક મુઠ્ઠી ચોખા અને નાળિયેર પ્રવાહિત કરવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. આવું સતત 6 મહિના સુધી કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આર્થિક તંગી દૂર થાય છે. નોકરી રોજગારની નવી તક સાંપડે છે.

શાસ્ત્રો અનુસાર શાબર મંત્રોને ખુબજ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ મંત્રોનો જાપ કરશો તો ધનની વૃદ્ધિ નક્કી છે. મંત્ર છે…
જીમી સરિતા સાગર મહું જાઈl
જદપિ તાહિ કામના નાહીll
સગરે સુખ બીનહી બોલાયેl
આએ કાલી માઈ કી દુહાઈll

આ મંત્રનો જાપ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આર્થિક સ્થિતિને મજબુત બનાવવા લક્ષ્મી સુરક્ષા યંત્રનું નિર્માણ કરો. આને તમે શુભ મુહૂર્ત દીપાવલી અથવા શુક્લ પક્ષની અષ્ટમીએ બનાવી શકો છો જેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. શનિવારના દિવસે સરસોનું તેલ, માટીના કોડિયામાં દીવો, આખી સોપારી, દહીં સિંદૂર આખા અડદના દાણા, ઘી, સાકર, મધ, રૂ અગરબતી, ધૂપબતી સામગ્રીને એકત્રિત કરી સૂર્યાસ્તના સમયે પીપળાના થડ પાસે રાખી દેવાથી ફાયદો થશે.

આ Video જુઓ: જાણો દૂદાળા દેવ શા માટે કહેવાય છે બુદ્ધિના દેવતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન