- Home
- Health & Fitness
- સિંધાલૂણ મતલબ કે સિંધવ નમકના ફાયદા

સિંધાલૂણ મતલબ કે સિંધવ નમકના ફાયદા

કોઇપણ વાનગી બનાવો જો તેમાં મીઠું ન હોય તો તે વાનગીનો સ્વાદ આવતો જ નથી. તે વાનગી ફીકી જ લાગે છે. ગમે તેટલા મરી મસાલા નાખ્યા હોય તેમ છતાં મીઠા વગરની વાનગી સાવ ફીકી લાગતી હોય છે. સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી પણ છે. તો શું કરવું? આપણી પાસે તેના માટે શ્રેષ્ઠ ઓપ્શન સિંધાલૂણ છે. સિંધાલૂણને ઘણાં લોકો સિંધવ મીઠું કે નમક તરીકે પણ ઓળખે છે. જે વ્યક્તિને બી.પીની તકલીફ છે તે લોકોને ખાસ મીઠાની જગ્યાએ સિંધવ મીઠું ખાવાની સલાહ આપવામાં આવે છે.
સિંધવ મીઠું ખરેખર શું છે?
સિંધવ મીઠું ખરેખર શું છે? શું આ મીઠું છે? સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર અને મેગ્નેશિયમને મિક્સ કરીને બને છે. તે Epsom saltના નામે પણ ઓળખાય છે. આ એક પ્રકારનું ખનીજ છે. તે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે અને ઓગળતાની સાથે જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે.
તણાવ ઓછો કરવામાં મદદરૂપ
જે વ્યક્તિ તણાવથી પીડાતી હોય તે જો સિંધવ મીઠું પાણીમાં મિક્સ કરી નહાય તો તણાવ ઘણો ઓછો થઇ જાય છે. આનાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માંસપેશીઓ જકડાઇ ગઇ હોય, તેમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થાય છે.
ડાયાબિટીસમાં લાભદાયી
ડાયાબિટીસને કારણે ઘણી વાર શરીરમાં મેગ્નેશિયમની કમી વર્તાવા લાગે છે. તે યુરિન વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. શરીરમાંથી મેગ્નેશિયમ બહાર નીકળી જવાથી હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે. આમ થવાથી ડાયાબિટીસનો ભય વધી જાય છે. સિંધવ મીઠું ખાવાથી મેગ્નેશિયમનું સ્તર જળવાઇ રહે છે,
કબજિયાતમાં રાહત
સિંધવ મીઠામાં લેક્સેટિવ ગુણ હોય છે. લેક્સેટિવના કારણે પેટમાં કબજિયાત નથી થતી. પેટ સાફ આવી જાય છે અને પાચનને લગતી કોઇપણ તકલીફ નથી થતી, કારણ કે સિંધાલૂણ ખાવાથી પેટમાં પાચન હોર્મોન્સ અને ન્યૂરો ટ્રાન્સમીટર બંને ઉત્પન્ન થાય છે. તેનાથી ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય છે અને આમ કબજિયાતથી તમે દૂર રહી શકો છો.
સારી ઊંઘ આવે તે માટે
શરીર સ્વસ્થ રહે તે માટે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. જેને આઠ કલાકની ઊંઘ નથી આવતી તેણે સિંધાલૂણ ખાવું જોઇએ. તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. તેની અંદર રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ ઊંઘ લાવવાનું કામ કરે છે.
બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે
બ્લડપ્રેશરની સમસ્યા થાય એટલે મીઠું બંધ કરવાની કે ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. તે સમયે સિંધાલૂણ મદદરૂપ બને છે. સિંધાલૂણમાં રહેલું મેગ્નેશિયમ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી બ્લડપ્રેશરના દરદીઓને તે ખાવાની સલાહ આપવામાં આવે છે.
સ્વાસ્થ્ય સલાહ : શુભાંગી ગૌર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન