Sing Pak Recipe
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Lifestyle
  • વ્રત સ્પેશ્યલ: ફરાળી સીંગપાક બનાવાની એકદમ સરળ રીત નોંધી લો

વ્રત સ્પેશ્યલ: ફરાળી સીંગપાક બનાવાની એકદમ સરળ રીત નોંધી લો

 | 3:53 pm IST
  • Share

અષાઢ સુદ અગિયારસના દિવસથી એટલે કે બુધવારથી ગોયરો અને તેના બે દિવસ બાદ જયાપાર્વતીનું વ્રત શરૂ થઇ રહ્યું છે. છોકરીઓ આ વ્રતમાં ફરાળી વાનગી ખાઇ શકે તેને ધ્યાનમાં રાખીને આજે અમે સીંગપાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવામાં એકદમ સરળ છે.

સામગ્રી :
પોણોકપ- ખાંડ (160 ગ્રામ)
1 કપ – શેકેલી સીંગનો ભૂકો
1 નાની ચમચી – ઘી
પાણી(1/2 કપ જેટલું )

રીત :
એક કડાઈમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ગરમ કરવા મૂકો. આ રીતે ચમચી પર ચાસણીનું પાતળું કોટિંગ થાય એટલે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં તૈયાર કરેલો સીંગનો ભૂકો ઉમેરો અને મિક્ષ કરી લો. બરાબર મિશ્રિત થઇ જાય એટલે તેમાં ઘી નાંખો આનાથી સીંગપાક પોચો બનશે. ત્યારબાદ ઘી લગાવેલી થાળીમાં તેને પાથરી દો એને સહેજ ઠરે એટલે કાપા પાડી લેવા. તો થઇ ગયો એકદમ ટેસ્ટી સીંગ પાક તૈયાર. ડબ્બામાં ભરીને તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. સીંગપાક પોચો હોવાથી નાના બાળકોથી વૃદ્ધ સુધીના તમામ લોકો ખાઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન