સિંગાપોર એરની ફ્લાઇટમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતાં ફ્લાઇટ ટેકઓફ ન થઇ - Sandesh
  • Home
  • Newspaper
  • સિંગાપોર એરની ફ્લાઇટમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતાં ફ્લાઇટ ટેકઓફ ન થઇ

સિંગાપોર એરની ફ્લાઇટમાં ટેક્નિકલ ફોલ્ટ સર્જાતાં ફ્લાઇટ ટેકઓફ ન થઇ

 | 1:26 am IST

અમદાવાદ, તા.૧૩

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે રાત્રે ૧૦.૫૫ વાગ્યે સિંગાપુરની એરલાયન્સની ફલાઇટ ૨૨૦ પેસેન્જરો સાથે ટેકઓફ જવા થઇ રહી હતી ત્યારે પાઇલોટને ફ્લાઇટમાં હાઇડ્રોલીક સિસ્ટમમાં ખામી જણાતા ફ્લાઇટ ટેક ઓફ કરી ન હતી. હાઇડ્રોલીક સિસ્ટમ બંધ થઇ જવાના કારણે ફ્લાઇટને ટોઇંગ કરીને પાર્કિંગ એરીયામાં લઇ જવામાં આવી હતી. આ ઘટનાના પગલે એક કલાક સુધી ફ્લાઇટનો ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા હતા એટલે કે રન વે એક કલાક બંધ કરી દેવામાં આવ્યો હતો.

સિંગાપોરની ફ્લાઇટમાં ૨૦૮ પેસેન્જર અને ૧૨ ક્રુ મેમ્બર મળીને કુલ ૨૨૦ જણા ફ્લાઇટમાં હતા. જેના કારણે સ્પાઇસ ઝેટની દુબઇથી અમદાવાદ આવતી ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરાઇ હતી, સ્પાઇસ ઝેટની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટને મુંબઇ ડાયવર્ટ કરાઇ હતી. આ ઉપરાંત દિલ્હી બેંગલોર અને પૂના જતી ત્રણ ડોમેસ્ટીક ફ્લાઇટોમાં પણ એક કલાક ઉડાણ રદ કરવામાં આવ્યા હતા. સ્પાઇસ ઝેટના પેસેન્જરોને ટર્મીનલ બિલ્ડિંગમાં પાછા લાવ્યા બાદ હોટલમાં ઉતારો આપ્યો હતો અને આજે રોજ ૧૨ વાગ્યે એરપોર્ટ લઇ જવામાં આવ્યા હતા.

ફ્લાઇટ લેન્ડિંગ થઈ હોત તો જાનહાનિ થાત

હાઇડ્રોલીંક સિસ્ટમમાં ખામી હોય તેમ છતાં ફ્લાઇટને ટેકઓફ કરી દેવામાં આવે તો લેન્ડીંગ સમયે ફ્લાઇટના ટાયર રનવે પર જોરદાર રીતે અથડાય તો મોટી દુર્ઘટના થઇ શકે છે પણ આ કિસ્સામાં પાઇલોટે સમય સુચકતા વાપરી ફ્લાઇટને ટેકઓફ કરી ન હતી.

;