singapore medical team fulfills cancer stricken woman dying wish to meet her children in india
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સિંગાપુરની મહિલાની આખરી ઈચ્છા આ રીતે કરાઈ પૂરી, કેન્સરથી હતી પીડિત

સિંગાપુરની મહિલાની આખરી ઈચ્છા આ રીતે કરાઈ પૂરી, કેન્સરથી હતી પીડિત

 | 4:21 pm IST
  • Share

  • સિંગાપુરની મહિલાની આખરી ઈચ્છા આ રીતે કરાઈ પૂરી
  • કેન્સર પીડિત મહિલાની ઈચ્છા સિંગાપુરની મેડિકલ ટીમે કરી પૂરી
  • ભારતમાં રહેતા બાળકોને મળવાની હતી ઈચ્છા

સિંગાપુરની સ્થાયી નિવાસી રામમૂર્તિ રાજેશ્વરીને ગળામાં કેન્સર હતું અને તે તિરુચિરાપલ્લીમાં રહે છે. 12 અને9 વર્ષના 2 બાળકો જે ભારતમાં રહે છે તેને મળવા ઈચ્છતી હતી અને તેને માટેની ખાસ વ્યવસ્થા પણ મેડિકલ ટીમે કરી હતી.

દંપતિના ભારત આવ્યા બાદ મહિલાનું થયું નિધન

સિંગાપુરની મેડિકલ ટીમે એક કેન્સર પીડિત મહિલાને ભારતમાં તેના 2 બાળકોને મળવાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે વૈશ્વિક મહામારીની વચ્ચે પણ હોસ્પિટલથી તિરુચિરાપલ્લીની મુસાફરીની વ્યવસ્થા કરી. મહિલાના પતિએ કહ્યું કે સિંગાપુરની નિવાસી રામમૂર્તિ રાજેશ્વરીને ગળામાં કેન્સર હતું અને તે તિરુચિરાપલ્લીમાં રહેતા 12 અને 9 વર્ષના બાળકોને મળવા ઈચ્છતી હતી. 2019માંમાં કેન્સર સંબંધી તકલીફ બાદ તેના સંબંધીઓ જ બાળકોની દેખરેખ કરી રહ્યા છે. દંપતિ 27 જૂન 2020ના રોડ ભારત આવ્યા અને મહિલાનું નિધન થયું. પતિએ કહ્યું કે મહિલાના શબ્દો હતા કે તે બાળકોને મળ્યા વિના આ દુનિયામાંથી વિદાય લેશે નહીં. જ્યારે તે બાળકોને મળી ત્યારે ખુશ હતી અને કહેતી હતી કે તે જલ્દી સાજી થશે અને બધા ફરીથી સાથે રહીશું.

શું કહ્યું પતિએ પત્નીની તબિયત વિશે

પતિએ કહ્યું કે રાજેશ્વરી બોલી શકતી ન હતી અને એક એપની મદદથી પોતાની વાત કહેતી હતી. તે હંમેશા તેનો ફોન સાથે રાખતી અને પરિવાર અને બાળકોના ફોટા જોતી રહેતી. તિરુચિરાપલ્લીમાં પણ તેને એક હોસ્પિટલ લઈ જવામાં આવી જેથી તેની તબિયત સ્થિર રહે. થોડા દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેને ઘરે જવા માટેની પરમિશન અપાવમાં આવી. આ સમયે તે અચાનક સુધબુધ ખોઈ બેઠી. જ્યારે મે તેની નસ જોઈ તો તેણે કામ કરવાનું બંધ કર્યું. ડોક્ટર્સે પણ અમને વધારે કોશિશ ન કરવા માટે કહ્યું હતું. આખરે તમામ મદદ માટે પતિએ સિંગાપુરની મેડિકલ ટીમનો આભાર પણ માન્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો