મારિને સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સિંધૂને આપી માત, શ્રીકાંત-પ્રણિથ સેમિફાઇનલમાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • મારિને સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સિંધૂને આપી માત, શ્રીકાંત-પ્રણિથ સેમિફાઇનલમાં

મારિને સિંગાપુર ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં સિંધૂને આપી માત, શ્રીકાંત-પ્રણિથ સેમિફાઇનલમાં

 | 12:02 am IST

પાંચમુ રેન્ક ધરાવતી સિંધુ અને મારિન વચ્ચે 35 મિનિટ મુકાબલો ચાલ્યો હતો જેમાં મારિને 21-11, 21-15થી આસાન જીત મેળવી હતી. સિંધુએ મારિનને ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં હરાવી ટાઇટલ જીત્યું હતું પરંતુ મારિને આ વખતે સિંધુને તક આપ્યા વિના મેચ જીતી સેમિમાં પ્રવેશ મેળવ્યો હતો. આ જીત સાથે મારિનનો સિંધુ સામે જીત હારનો રેશિયો 6-4 થઈ ગયો છે. પોનપ્પા અને સુમિતની જોડીને મિક્સ ડબલ્સના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચીનના લુ કાઈ અને હુઆંગ યાકિઆંગે 21-11, 21-8થી પરાજય આપ્યો હતો.

કિંદાબી શ્રીકાંત અને બી. સાંઈ પ્રણિથે પોતાનું ફોર્મ જાળવી રાખતાં સિંગાપુર ઓપનની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે જો કે, ભારતીય શટલર પી.વી. સિંધુનો સ્પેનની કેરોલિના મારિન સામે પરાજય થતાં સિંગાપુર ઓપનમાંથી બહાર થઈ ગઈ છે. અશ્વિની પોનપ્પા અને બી. સુમિત રેડ્ડીની જોડીનો પરાજય થતાં મિક્સ ડબલ્સમાં પણ ભારતને નિરાશા હાથ લાગી છે.

srikanth-700શ્રીકાંત

કિદાંબી શ્રીકાંતે ચીનના શી યુકીને 21-14, 21-16થી પરાજય આપ્યો હતો. સેમિફાઇનલમાં શ્રીકાંતનો સામનો ઇન્ડોનેશિયાના એન્થની સિનિસુકા ગિન્ટિંગ સામે થશે. બીજા પુરૂષ સિંગલ્સ મકાબલામાં બી. સાંઈ પ્રણિથનો ક્વાર્ટર ફાઇનલ મુકાબલો થાઈલેન્ડના તનોંગસાક સેનસોમબૂનસાક સામે હતો. એક કલાક 11 મિનિટ સુધી ચાલેલા આ સંઘર્ષપૂર્ણ મુકાબલામાં પ્રણિથે 15-21, 21-14, 21-19થી પરાજય આપ્યો હતો. થાનોંગસાક અને પ્રણિથ વચ્ચે આ ત્રીજો મુકાબલો હતો જેમાં પ્રણિથે પ્રથમ વખત જીત મેળવી હતી. આ પહેલાં બંને ગત વર્ષે ડેન્માર્ક ઓપન અને ઇન્ડોનેશિયા માસ્ટર્સમાં ટકરાયા હતા જ્યાં બંને વખત પ્રણિથને હાર મળી હતી. સેમિફાઇનલમાં પ્રણિથનો સામનો કોરિયાના લી ડોંગ ક્યુન સામે થશે. જો શ્રીકાંત અને પ્રણિથ બંને શનિવારે સેમિફાઇનલ મુકાબલા જીતે તો બંને ફાઇનલમાં ટકરાશે.

b-sai-praneeth_pti-mપ્રણિથ