સિંગાપુરમાં કિમ સાથે લંચ લેતા-લેતા ટ્રમ્પે મજાકિયા અંદાજમાં પત્રકારોને કહ્યું કે.... - Sandesh
  • Home
  • Featured
  • સિંગાપુરમાં કિમ સાથે લંચ લેતા-લેતા ટ્રમ્પે મજાકિયા અંદાજમાં પત્રકારોને કહ્યું કે….

સિંગાપુરમાં કિમ સાથે લંચ લેતા-લેતા ટ્રમ્પે મજાકિયા અંદાજમાં પત્રકારોને કહ્યું કે….

 | 12:50 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ ઉન એ કામકાજની વાતચીત કરતાં સમયે બપોરનું ભોજન કર્યું જેમાં તેના માટે પશ્ચિમી અને એશિયન ભોજન પીરસાયું. જેમાં કોરિયન સ્ટફડ કાકડી અને બીફથી લઇ હાગેન દાજની આઇસ્ક્રીમ સામેલ હતો. સિંગાપોરના સેંટોસા દ્વીપ પર કાપેલા હોટલમાં દ્વિપક્ષીય બેઠક બાદ ટ્રમ્પ અને કિમ પોતાના સહયોગીઓની સાથે લંચ પર મળ્યા.

બંને નેતાઓ જેવા રૂમમાં પ્રવેશ્યા, તેમની તસવીરો ખેંચાવા લાગી. આ અવસર પર ટ્રમ્પે મજાકીયા લહેકામાં કહ્યું કે તેઓ એક ‘સુંદર તસવીર’ ઇચ્છે છે. જેમાં તેઓ સારા દેખાવા જોઇએ.

બંને નેતા અને તેમના પ્રતિનિધિમંડળ એક લાંબા સફેદ ટેબલ પર એક-બીજાની સામે બેઠા. ટેબલને લીલા અને સફેદ ફૂલોથી સજાવામાં આવ્યું હતું. લંચની પહેલાં બંનેને સ્ટાર્ટર પીરસાયું. તેમાં પ્રૉનના કોકટેલની સાથે અવોકાડો સલાડ, ગ્રીન મેંગો કેરાબૂ જેમાં મીઠં અને લીંબુંનું ડ્રેસિંગ કરાયું હતું, આ સિવાય ઓક્ટોપસ તથા ઓસિઓન (કોરિયન સ્ટફડ કાકડી) જેવા વ્યંજન પીરસાયા છે.

ટ્રમ્પ અને કિમની વચ્ચે આ મુલાકાત સિંગાપુરના લોકપ્રિય પર્યટન સ્થળ સેંટોસાની લક્ઝરી હોટલ કાપેલા સિંગાપુરમાં થઇ. અમેરિકા અને ઉત્તર કોરિયન ધ્વજોની સામે બંને એક બીજાની તરફ આગળ વધ્યા અને દ્રઢતાથી એકબીજાનો હાથ થામ્યો. બંને નેતાઓએ અંદાજે 12 સેકન્ડ સુધી હાથ મિલાવ્યા. આ દરમ્યાન તેમણે એક બીજાને કેટલાંક શબ્દો કહ્યા અને ત્યારબાદ હોટલના પુસ્તકાલયની ગેલેરીમાં જતા રહ્યાં.