સાત દાયકાની દુશ્મની ભૂલાવવા 80 વર્ષ જૂના આ ટેબલનો થયો ઉપયોગ - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સાત દાયકાની દુશ્મની ભૂલાવવા 80 વર્ષ જૂના આ ટેબલનો થયો ઉપયોગ

સાત દાયકાની દુશ્મની ભૂલાવવા 80 વર્ષ જૂના આ ટેબલનો થયો ઉપયોગ

 | 6:38 pm IST

ઉ.કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વની બેઠક છે. જેમાં સિંગાપુરની સુપ્રીમ કોર્ટમાં ઘણાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ 80 વર્ષ જુનું ટેબલ ખાસ બની રહ્યું છે. આ ઐતહાસિક શિખર વાર્તાઓ ટેબલ પર જ થઈ હતી.

સેંટોસા દ્વીપના કૈપેલા સિંગાપુર હોટલમાં વાતચીત દરમિયાન બંને નેતાઓ અને તેમની ટીમે સાગના લાકડામાંથી બનેલ ઐતહાસિક ટેબલનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં ટ્રમ્પ અને કિમે 4.3 મીટર લાંબા ટેબલ પર સંયુક્ત નિવેદનો પર સહી કરી હતી.

સ્થાનિક કારીગરો દ્વારા 1939માં સુપ્રીમ કોર્ટ માટે ટેબલ ડિઝાઈન કર્યું હતું. ધી સ્ટ્રેટ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, શિખર વાર્તા માટે અમેરિકન રાજદ્વારીઓને આ ટેબલ ભાડેથી આપવામાં આવ્યું હતું. જેને મોટેભાગે સિંગાપુર નેશનલ ગેલેરીમાં રહેલ મુખ્ય ન્યાયાધીશની ચેમ્બરમાં રાખવામાં આવતું હતું.

સિંગાપુર માટે આ ટેબલનું ઘણું મહત્વ રહ્યું છે. એટલું જ નહીં 1963માં સિંગાપુરમાં પહેલી એશિયાઈ મુખ્ય ન્યાયાધીશ નિમણુંક સહિત ઘણાં સમયે આ ટેબલનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે હવે ટ્રમ્પ અને કિમની ઐતહાસિક મુલાકાતનું પણ સાક્ષી બન્યું છે.