સિંગતેલમાં રૂ. ૧૦થી ૧૫નો અને કપાસિયા વોશમાં રૂ. ૭નો ઘટાડો - Sandesh
  • Home
  • Business
  • સિંગતેલમાં રૂ. ૧૦થી ૧૫નો અને કપાસિયા વોશમાં રૂ. ૭નો ઘટાડો

સિંગતેલમાં રૂ. ૧૦થી ૧૫નો અને કપાસિયા વોશમાં રૂ. ૭નો ઘટાડો

 | 1:28 am IST

રાજકોટ, તા. ૮

ગઈ કાલે ઘરેલુ સિંગતેલ અને બલ્ક લૂઝ સીંગતેલના ભાવ સ્થિર રહ્યા બાદ આજે સીંગતેલના ભાવમાં રૂ. ૧૦ થી ૧૫નો ઘટાડો થયો છે. ગઈ કાલે લૂઝ સીંગતેલ ૮૪૦-૮૪૫ના ભાવે બલ્કમાં ૪ -૫ ટેન્કર વેચાયા હતા. આજે ૧૫-૨૦ ના ઘટાડે ૮૨૫ના ભાવે સૌરાષ્ટ્રમાં ૧૮-૨૦ ટેન્કરના વેપાર થયા હતા. કપાસિયા વોશમાં રૂ. ૭ સુધીના ઘટાડે ૭૦૫-૭૦૮ના ભાવે ૮-૧૦ ટેન્કરના સૌરાષ્ટ્રમાં વેપાર થયા હતા. જયારે લૂઝ પામોલીન ઊંચકીને ૭૦૫ -૭૦૬ના ભાવે અને સોયાબીન ૭૫૫-૭૫૭ના ભાવે વેપાર થયા હતા.

ઘરેલુ સિંગતેલમાં આજે રૂ. ૧૦નો ઘટાડો થયો હતો. ૧૫ કિલો લેબલ ડબાના ૧૪૭૦-૧૪૮૦ , ૧૫ કિલો નવા ડબાના ૧૫૧૦-૧૫૨૦ અને ૧૫ લિટર લેબલના ૧૩૫૦-૧૩૬૦ અને ૧૫ લિટર નવાના ૧૩૯૦ થી ૧૪૦૦ ભાવ હતા.

આજે ધોરાજી લાઈનમાં લૂઝ સિંગતેલના ભાવ રૂ. ૮૩૦ અને રાજકોટ જામનગરમાં રૂ. ૮૨૫ના ભાવે વેપાર થયા હતા. રાજકોટમાં પીલાણ મગફળીમાં જાડી મગફળીના ભાવ ૭૪૦-૭૫૦ અને જીણી મગફળીના ૭૯૦-૮૦૦ ભાવ હતા. જયારે જામનગરમાં જાડી પીલાણ મગફળીના ભાવ ૬૯૦ થી ૭૪૫ રહ્યા હતા. નજીવા  ઘટાડે ખાંડ એસના ભાવ રૂ.૩૩૭૦ થી ૩૪૫૦ અને એમનો ભાવ ૩૪૭૦ થી ૩૫૫૦ હતો  અને ૮૦૦ ગૂણીના વેપાર હતા. એરંડા બજારમાં ધોરાજીમાં ૮૦૦ના ભાવ અને જુનાગઢમાં ૮૨૦-૮૨૫ તેમજ શાપુરમાં ૮૧૫-૮૨૦ ભાવ બોલાયા હતા.

;