સિંગર આદિત્ય નારાયણે કોને કરી કિસ? જાહેરમાં લિપલોક કરતો વીડિયો થયો વાઈરલ - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સિંગર આદિત્ય નારાયણે કોને કરી કિસ? જાહેરમાં લિપલોક કરતો વીડિયો થયો વાઈરલ

સિંગર આદિત્ય નારાયણે કોને કરી કિસ? જાહેરમાં લિપલોક કરતો વીડિયો થયો વાઈરલ

 | 6:22 pm IST

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં બે મોટા રિયાલિટી શોનો હિસ્સો બનીને પોતાની નવી ઓળખ બનાવી ચૂકી છે. ભોજપુરી ફિલ્મોમાં હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે ફેમસ મોનાલીસા એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. ચર્ચા ફેમસ સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ સાથેના કિસિંગ સીનની છે.

હકીકતમાં આ કિસિંગ સીન આદિત્ય નારાયણનું ગીત મૂડ બિગાડેલુંમાં છે. ગત કેટલાક દિવસોથી આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટર આદિત્ય નારાયણ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસાની સાથે ડાન્સ કરતો, ગીત ગાતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં તે મોનાલીસાની સાથે લિપલોક કરતો પણ નજર આવ્યો છે. બંનેના કિસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો છે.

આ વીડિયો સોન્ગમાં મોનાલીસા બહુ જ હોટ લાગી રહી છે, અને આદિત્ય નારાણય ભોજપુરી અંદાજમાં લટકાઝટકા મારતા દેખાઈ રહી છે.

મોનાલીસા સોશિયલ મીડિયા પર તે બહુ જ લોકપ્રિય છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 7,73,000 ફોલોઅર્સ છે. તે સમય સમય પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ફિલ્મની વાત કરીએ તો બિગબોસની એક્સ કન્ટેસ્ટંટ મોનાલિસા જલ્દી જ બંગાળી વેબ સીરિઝ દુપુર ઠાકુરપોમાં જોવા મળશે. આ સીરીઝનો આ બીજો ભાગ છે. મોનાલિસા તેમાં ઝૂમા ભાભીનું પાત્ર ભજવશે. મોનાલીસાએ થોડા દિવસ પહેલા જ પોતાની આ વેબસીરિઝની જાહેરાત ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર કરી હતી. બિગબોસ હાઉસમાં જ મોનાલીસાએ બોયફ્રેન્ડ અને ભોજપુરી એક્ટર વિક્રાંત સાથે લગ્ન કરીને મીડિયામાં ચર્ચા જગાવી હતી. મોનાલીસા ભોજપુરીમાં સૌથી વધુ મહેનતાનું લેનારી એક્ટ્રેસ છે.